ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (11:24 IST)

UPમાં BJP જ જીતશે, જ્યારે ડબ્બા ખુલશે ત્યારે યાદ રાખજો - અમિત શાહ

બીજેપી અધ્યક્ષ અમિત શાહે યૂપી ચૂંટણીના પહેલ જ રાજનીતિક હુંકાર ભરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હરીફાઈ સમાજવાદી પાર્ટી અને ભાજપા વચ્ચે થશે.  શાહે કહ્યુ કે તેઓ પોતાની જીતને લઈને સંપૂર્ણ રીતે આશાવાદી છે. આ ઉપરાંત તેમણે વિપક્ષને નિશાન સાધતા કહ્યુ કે દલિત મુદ્દાની પાછળ રાજનીતિક ષડયંત્ર છે. 
 
માહિતી મુજબ અમિત શાહે કહ્યુ કે યૂપીમાં ફેરફાર લાવવા માટે વોટ નાખનારી જનતાએ પરિવર્તનનુ મન બનાવી લીધુ છે અને જ્યારે ડબ્બા ખુલશે તો તમે તેન યાદ રાખજો. વોટરોની પસંદ ભાજપા જ રહેશે. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીને કારણે યૂપીમાં વોટરો વચ્ચે બદલાવનો સંદેશ લઈને જશે. શાહે આ વાતને સ્પષ્ટરૂપે નકારી દીધી કે તેમની પાર્ટી બસપાને કમજોર બનાવી રહી છે. 
 
અમિત શાહે કહ્યુ કે ગુજરાતમાં દલિતોનું વિરોધ પ્રદર્શન રાજનીતિથી પ્રેરિત છે. યૂનિવર્સિટીના આંદોલન પર શાહે કહ્યુ કે વિશ્વવિદ્યાલયોમાં યુવા લોકો આંદોલન કરે છે અને તેન ખૂબ મીઠુ મરચુ ભભરાવીને બતવવામાં આવે છે. તેમણે આ વાતથી સ્પષ્ટ ઈંકાર કર્યો કે આનંદેબેન પટેલને ગુજરાત સીએમ પદ પરથી હટાવાયા. શાહે કહ્યુ કે મારા આનંદીબેન સાથે ખૂબ સારા સંબંધો છે.