ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (17:19 IST)

સુપ્રીમ કોર્ટમાંથી આસારામને ફરી મળ્યો ઝટકો, રેપના બીજા મામલામાં પણ અરજી રદ્દ

બળાત્કાર અને યૌન શોષણ જેવા આરોપોમાં ફંસાયેલા આસારામને આજે સુપ્રીમ કોર્ટે ફરીથી ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે આસારામને રેપના બીજા મામલે પણ જામીન આપી નથી. સુપ્રીમ કોર્ટની જામીન અરજીને રદ્દ કરતા કહ્યુ કે હજુ બે દિવસ પહેલા જ અમે આસારામની એક વધુ મામલામાં જામીન અરજી ફગાવી હતી. તો હવે કેવી રીતે જામીન આપી શકીએ છીએ. જો જામીન આપવામાં આવે તો પણ તેઓ જેલની બહાર જઈ શકતા નથી. કારણ કે બીજા મામલામાં તેઓ જેલમાં જ બંધ રહેશે.  આસારામ વિરુદ્ધ બીજો રેપ કેસ ગુજરામાં ચાલી રહ્યો છે. આસારામે પોતાની અરજીમાં એ પણ માંગ કરી હતી કે રાજસ્થાન અને ગુજરાત બંને મામલામાં એક સાથે ટ્રાયલ ચલાવવામાં આવે પણ કોર્ટે કહ્યુ કે પહેલા રાજસ્થાનમાં સુનાવણી પુરી થશે.  ત્યારબાદ ગુજરાત મામલામાં ટ્રાયલ શરૂ કરવામાં આવશે. 
 
સોમવારે આસારામ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સખત નિર્ણય આપ્યો હતો સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેહરની બેંચને આસારામ પર ખોટા મેડિકલ રિપોર્ટ આપવા માટે એફઆઈઆર નોંધવાનો આદેશ તો આપ્યો જ સાથે જ તેમના પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો.  સુપ્રીમ કોર્ટે આસારામને અંતરિમ જામીન અને ત્યારબાદ સ્થાયી જામીન આપવાની પણ ના પાડી દીધી.  કેસમાં મોડુ અને ત્રણ વર્ષથી જેલમાં બંધ રહેવાને આધાર બનાવતા આસારામે સ્થાયી જામીન આપવાની માંગ કરી હતી. અંતરિમ જામીન મામલે આસારામની પેરવી કરનારે જેલ સુપરિટેન્ડેંટનો ખોટો પત્ર લગાવ્યો હતો. એ ખોટા પત્ર મુજબ આસારામની હાલત એટલી ખરાબ હતી કે તે પથારી પર જ નેચરલ કોલ કરે છે. જ્યારે કે સરકારે પોતાની રિપોર્ટમાં કહ્યુ કે આવુ કશુ પણ નથી.