શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (12:19 IST)

અસમ - 3 દિવસથી નદીમાં લાગી આગ, ધુમાડાથી સમગ્ર વિસ્તાર થયો કાળો

અસમના ડિબૂગઢમાં એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહી એક નદીમાં આગ લાગી ગએ છે. એવુ કહેવાય રહ્યુ છે કે તેલ પાઈપ લાઈન ફાટવાને કારણે તેલ પાણીની ઉપર આવી ગયુ અને તેમા આગ લાગી ગઈ.  જોત જોતામાં આગની જવાળાઓ આકાશને આંબવા લાગી.  ધુમાડાથી આસપાસનો વિસ્તાર કાળો પડી ગયો. આ નદીમાં થઈને ઑયલ ઈંડિયા લિમિટેડની પાઈપ લાઈન પસાર થાય છે. તેમા આ આગ ત્રણ દિવસથી લાગી છે. જેના પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. 
 
સરકારે કોઈ પ્રયાસ ન કર્યો 
 
મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક સ્થાનીક ગ્રામીણોએ ધ્યાન આપ્યુ કે  નદીમાં છેલ્લા 3 દિવસથી આગ લાગી છે. પણ જ્યારે આગ ઓલવાતી દેખાઈ નહી તો સ્થાનિક જીલ્લા પ્રશાસનને તેની માહિતી આપી. પણ પ્રશાસન તરફથી આગ ઓલવવા અને સ્થિતિ પર કાબુ કરવાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી. સ્થાનિક લોકો આ ઘટનાથી ખૂબ જ ગભરાય ગયા છે.  
 
પાણીના પાઈપ દ્વારા નદી સુધી પહોંચ્યુ તેલ 
 
જ્યારે કે બીજી બાજુ અન્ય કેટલાક સ્થાનિક લોકોનુ કહેવુ છે કે દૂલિયાજાનમાં પાણીના પાઈપ દ્વારા ઓયલ ઈંડિયા લિમિટેડનુ ક્રુડ ઓઈલ નદી સુધી આવી ગયુ કારણ કે આ પાણીની પાઈપ નદી સાથે જોડાયેલ છે.  કેટલાક ગ્રામીણોનુ માનવુ છે કે કેટલાક તોફાનીઓએ નદીમાં તેલ આવતા તેમા આગ લગાવી દીધી.