શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 મે 2024 (15:11 IST)

Bank Account: યુવકના ઉડી ગયા હોંશ જ્યારે ખાતામાં આવ્યા 9900 કરોડથી વધારે

ઉત્તરપ્રદેશના ભદોહી જીલ્લા એક એવા સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા. અહીંના સુરિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુનપુર ગામના રહેવાસી યુવકના ખાતામાં 99 અબજ રૂપિયાથી વધુ આવ્યા. આ માહિતી મળતાં જ ખાતાધારક જ નહીં પરંતુ બેંક મેનેજરના પણ હોશ ઉડી ગયા.
 
મેનેજરના જણાવ્યા અનુસાર, ભાનુ પ્રકાશના KCC ખાતામાં બાકી લેણાંને કારણે આવું થયું છે અને હાલમાં એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. જો કે જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
 
શું છે મામલો 
દુર્ગાગંજના અર્જુનપુર ગામ નિવાસીએ જણાવ્યુ કે બિંદના સુરિયાવાના બેંક ઑફ બરોડા ગ્રામીણ બેંકમાં ખાતા છે. 16 મે ગુરૂવારે અચાનક તેમના ખાતામાં  99999495999.99  રૂપિયા ( 99 અબજ 99 કરોડ 94 લાખ 95 હજાર 999 રૂપિયા) નાણા દેખાવા લાગ્યા. આટલી મોટી રકમ અચાનક ખાતામાં આવતા જોઈને બેંક કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે તરત જ ખાતાધારક ભાનુપ્રકાશ બિંદને આની જાણ કરી. માહિતી મળતાં જ તેઓ બેંકમાં દોડી ગયા હતા જ્યાં ખાતાધારક ભાનુપ્રકાશ પોતાના ખાતામાં આટલી મોટી રકમ જોઈને ચોંકી ઉઠ્યા હતા.
 
બેંક મેનેજર આશીષએ જણાવ્યુ કે 
પ્રભારી બેંક મેનેજર આશીષ તિવારીએ જણાવ્યુ કે ખાતાધારક ભાનુ પ્રતાપના કેસીસી ખાતા હતો અને ખાતાના માધ્યમથી તેણે ખેતર પર લોન લીધુ હતુ. એનપીએ થયા પછી આ રીતે ખોટી રાશિ દેખાઈ રહી છે અને ખાતાને હોલ્ડ કરી નાખ્યુ છે.