1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (12:05 IST)

ભાજપાએ અખિલેશ માટે રચ્યો 20 દરવાજાવાળો વિશેષ ચક્રવ્યુહ

યૂપી વિધાનસભા ચૂંટણી પહેલા ચરણ માટે મતદાનમાં માત્ર બે દિવસ બાકી છે અને સૂબાની તમમ રાજકારણીય પાર્ટી આ સંગ્રામને જીતવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. તત્કાલ રેલીઓ વચ્ચે ભાજપાએ હવે યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની સરકારને ઘેરવા માટે એક વિશેષ ચક્રવ્યૂહ બનાવ્યો છે. ભાજપાએ 20 સવાલોની એક એવી યાદી તૈયાર કરી છે જેમાથી દરરોજ એક સવાલ અખિલેશ સરકારને પૂછવામાં આવશે.  
 
જાણો કેમ ભાજપાએ આ અભિયાનને યૂપી કે સવાલનુ નામ આપ્યુ છે. અભિયાન હેઠળ પાર્ટી યૂપી ચૂંટણીની અંતિમ તારીખ સુધી 20 સવાલ દ્વારા મુખ્યમંત્રી અખિલેશ યાદવને ધેરશે. સવાલ પૂછવા માટે ભાજપાએ યૂપી અને કેન્દ્રના દિગ્ગજ નેતાઓની એક ટીમ મેદાનમાં ઉતારી છે. આ સવાલ ચૂંટણી રેલીઓ અને મીડિયા સાથે વાતચીત દરમિયાન યૂપી સરકાર સાથે પૂછવામાં આવશે. ત્યારબાદ આ સવાલ સોશિયલ મીડિયા પર નાખીને સરકારને ઘેરવામાં આવશે. 
 
ભાજપાએ સવાલોની લિસ્ટ પહેલા જ તૈયાર કરી લીધી છે. અભિયાન હેઠળ યૂપી સરકારને પ્રથમ સવાલ ગુરૂવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પાર્ટી મુખ્યાલયમાં આયોજીત પ્રેસ કૉન્ફ્રેંસમાં પૂછશે. પીયૂષ ગોયલ પછી શુક્રવારે ગૃહ મંત્રી રાજનાથ સિંહ બીજા સવાલ દ્વારા મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર હુમલો બોલશે. ભાજપા નેતાઓએ જણાવ્યુ કે યૂપી સરકાર પાસે રાજસ્વ ખોટ, ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા અને ગેરકાયદેસર ખનનને લઈને આ સવાલ પૂછવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યૂપીમાં સાત ચરણોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પહેલા ચરણ માટે 11 ફેબ્રુઆરીના રોજ વોટ નાખવામાં આવશે. વોટની ગણતરી 11 માર્ચના રોજ થશે.