આસામમાં પાંચ, બંગાળમાં ચાર, મધ્યપ્રદેશ, હિમાચલ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. 2 નવેમ્બરે મતોની ગણતરી થશે. નાગાલેન્ડમાં પણ વિધાનસભાની એક સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અહીં 13 ઓક્ટોબરે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ છે.