ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (09:19 IST)

ચેતજો, નકામી થઈ જશે આ 3 બેંકની ચેકબુક 1 ઓક્ટોબર સુધી પતાવી લો આ જરૂરી કામ

જો તમારું બેંક અકાઉંટ આ 3 બેંકોમાં છે તો આ સમાચાર તમારા ખૂબ કામના છે. 1 ઓક્ટોબરથી તમારી ચેકબુક નકામી થઈ જશે. આ 3 બેંક છે અલ્હાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા.
 
આ 3 બેન્કોને અન્ય બેંકોમાં મર્જ કરવામાં આવી છે. અલ્હાબાદ બેંકનું ભારતીય બેંકમાં વિલીનીકરણ થયું છે. ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ મર્જર નેશનલ બેંકમાં.મર્જર બાદ ગ્રાહકને તેને સમજવા માટે સમય આપવામાં આવ્યો હતો. હવે 1 ઓક્ટોબરથી ચેકબુક, આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ નકામા બની જશે.
 
ગ્રાહકો નજીકની બેંક શાખામાં નવી ચેકબુક માટે અરજી કરી શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા પણ નવી ચેક બુકની માંગણી કરી શકાય છે.
 
ઇન્ડિયન બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક તેમના ગ્રાહકોને ટ્વિટર અને એસએમએસ દ્વારા પહેલેથી જ જાણ કરી ચૂક્યા છે. તો આ કામ કરવા માટે તમારી પાસે 15 છે
 
દિવસનો સમય છે.