મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (10:52 IST)

Chardham yatra- 22 એપ્રિલથી ચાર ધામ યાત્રા શરૂ

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે તૈયાર છે. ચાર ધામોમાં દેશ-દુનિયામાંથી આવતા ભક્તો માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી ભક્તોની યાત્રા સરળ અને સલામત બને.
 
આ વર્ષની ચાર ધામ યાત્રા 22મી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે ખુલશે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખુલશે. આ વર્ષની ચાર ધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પુષ્કરે અધિકારીઓને તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા સૂચના આપી છે.
 
આ વર્ષે અત્યાર સુધીમાં 12 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સીએમએ કહ્યું કે યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે, પરંતુ તમામ શ્રદ્ધાળુઓ જે ઉત્તરાખંડમાં ચાર ધામના દર્શન કરવા આવશે. તેઓ ધામના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે