મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 5 નવેમ્બર 2016 (17:41 IST)

શુ કોંગ્રેસ સાથેના પ્રશાંત કિશોરના સંબંધોનો અંત આવશે ?

શુ પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ સવાલ એ માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસના અનેક મોટા નેતા પ્રશાંત કિશોરના કામ કરવાના રીતથી નારાજ છે. ચર્ચા છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને કોંગ્રેસ પાર્ટીનો સાથ કોઈપણ ઘડીએ ખતમ થઈ શકે છે.  જો કે કોંગ્રેસ અને પીકે મતલબ પ્રશાંત કિશોરના નિકટના સૂત્રો આ વાતનો સ્પષ્ટ ઈંકાર કરી રહ્યા છે.
 
પ્રશાંત કિશોરને લઈને કોંગ્રેસમાં વિરોધ-સૂત્ર 
 
ઉલ્લેખનીય છે કે આ ચર્ચાઓને કારણે કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને લઈને અંદરખાનેથી વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના અનેક મોટા નાના નેતા શરૂઆતથી જ પ્રશાંત કિશોરના કામ કરવાની રીતથી નારાજ રહ્યા છે.  તેમના પર ઉત્તર પ્રદેશ હોય કે પંજાબ બંને સ્થાન પર સ્થાનીક નેતાઓ અને કોંગ્રેસના મોટા નેતાઓ અનદેખી કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. 
 
મુલાયમ-પ્રશાંતની મુલાકાત પછી મામલો બગડ્યો ! 
 
વધુ મામલો બગડ્યો પ્રશાંત કિશોર અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની મુલાકાત પછી. પ્રશાંત કિશોરે ઉત્તર પ્રદેશમાં તાલમેલની શક્યતાને શોધવા માટે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી. એવુ કહેવાય રહ્યુ છે કે આ મુલાકાતથી ઉત્તર પ્રદેશના પાર્ટી મહાસચિવ ગુલામ નબી આઝાદથી લઈને પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સુધી બધા નેતા ખૂબ ગુસ્સે થઈ ગયા.  તેમને એ વાત પર આપત્તિ છે કે પ્રશાંત કિશોર તેમની સાથે વાત કર્યા વગર કે તેમને વિશ્વાસમાં લીધા વગર મુલાયમ યાદવને મળવા કેમ ગયા.  પ્રદેશ અધ્યર રાજ બબ્બરે તો એક ચેનલ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહી દીધુ કે પ્રશાંત કિશોર ખૂબ કુશળ રણનીતિકાર છે પણ કોઈ અન્ય દળ સાથે વાત કરવા માટે પાર્ટી નેતૃત્વએ તેમને અધિકાર આપ્યો નથી. 
 
પ્રિયંકાના નામને લઈને સોનિયાએ પ્રશાંતને લગાવી હતી ફટકાર 
 
પ્રશાંત કિશોરે કોંગ્રેસની રનનીતિનુ કામ ખુદ રાહુલ ગાંધીને સોંપ્યુ હતુ.  તેમના કહેવા પર પાર્ટીની રાજ્ય એકમને સંપૂર્ણ રીતે બદલવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પ્રશાંત કિશોર અને તેમની ટીમ પર કોંગ્રેસના સ્થાનીક જ નહી પણ મોટાથી મોટા નેતાઓનો તિરસ્કારનો આરોપ લગાવતા રહ્યા છે. સૂત્રો મુજબ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને યૂપીની રાજનીતિની રણનીતિ બનાવતા પ્રિયંકા ગાંધી વાડ્રાવાડ્રાનુ વારેઘડી નામ લેવા પર ફટકાર લગાવી હતી. 
 
કોંગ્રેસ કિશોર તરફથી કરાતા ખર્ચથી પરેશાન 
 
જો કે સમસ્યા આટલી જ નહી. સૂત્રો મુજબ કોંગ્રેસ પ્રશાંત કિશોર તરફથી ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ખર્ચવામાં આવી રહેલ રકમથી પણ પરેશાન છે.  સૂત્રો મુજબ રાહુલ ગાંધીની કિસાન યાત્રા અને ખાટ પંચાયતના ખર્ચની જે વિગત અને રકમ પ્રશાંત કિશોરે કોંગ્રેસને બતાવી તેને પાર્ટીએ માન્ય કરી નથી. આ વાત પ્રશાંત કિશોરને ગમી નહી. 
 
કોંગ્રેસ પાસે વધુ પૈસા માંગે છે પીકેની ટીમ 
 
બીજી બાજુ કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે પીકેએ બંને રાજ્યોમાં પ્રચાર માટે જે રકમ  માંગી છે એટલી કોંગ્રેસ બંને રાજ્યમાં ખર્ચ નથી કરે એરહી. અનેક સ્થાન પર કોંગ્રેસ સૂત્રોનો તર્ક છે કે ખર્ચ કોંગ્રેસ પાર્ટીએ કરવાનો હોય છે ત્યા પણ પીકેની ટીમ પોતે કોઈ આયોજન બદલીને બદલામાં પૈસા માંગે છે જે હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસ પુરો નથી કરી શકતી.