Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Vaccination- 12 થી 14 વર્ષ સુધીના બાળકોને પણ લાગશે વેક્સીન જાણો ક્યારથી

સોમવાર, 17 જાન્યુઆરી 2022 (12:45 IST)
દેશમાં કોરોનાના નવા વેરિએંટ (Omicron Cases in India) ઓમિક્રોનના વધતા કેસની વચ્ચે જલ્દી જ 12-14 વર્ષના બાળકોને પણ વેક્સીન લાગશે. NTAGI ગ્રુપના ચીફ ડૉ. એન કે અરોડાએ કહ્યુ કે માર્ચથી આ બાળકોને વેક્સીન લાગશે. ઉલ્લેખનીય છે કે આ સમયે 15-17 વર્ષના બાળકોને કોરોના વેક્સીન અપાઈ રહી છે. 
 
અરોડાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 15-17 વર્ષની વયના ત્રણ કરોડથી વધુ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જો કહેવામાં આવે તો માત્ર 13 દિવસમાં આ ઉંમરના લગભગ 45% બાળકોને રસી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીથી 15-17 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું હતું.
 
અરોરાએ કહ્યું, 'જાન્યુઆરીના અંત સુધીમાં, 15-17 વર્ષની વય જૂથના 7.4 કરોડ બાળકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળશે. આ પછી, ફેબ્રુઆરીની શરૂઆતથી, અમે આ બાળકોને બીજો ડોઝ આપવાનું શરૂ કરીશું અને મહિનાના અંત સુધીમાં, દરેકને રસીનો બીજો ડોઝ મળી જશે. તે પછી અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચની શરૂઆતથી 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી શકીએ છીએ.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ત્રિશા કૃષ્ણને થલાપતિ વિજયનો જન્મદિવસ એક ખાસ રીતે ઉજવ્યો, શેર કરી એક ઝલક

ગુજરાતી જોક્સ - પત્ની મોટી

Jokes - ગુજરાતી જોક્સ

આગળનો લેખ
Show comments