બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

અત્યાર સુધીમાં વિદેશમાંથી ગુજરાતમાં આવેલા 27 હજાર લોકોની શોધખોળ શરુ કરાઈ

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે.અત્યાર સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 35 સુધી પહોંચી છે.અત્યાર સુધી એવી વાત હતીકે, વિદેશથી આવનારાં લોકો કોરોના વાયરસના વાહક છે. અત્યારે પણ વિદેશના પ્રવાસેથી આવેલાં મોટાભાગના લોકો કોરોનો વાયરસના દર્દીઓ છે. ચિંતાની વાત એછેકે, 27 હજાર લોકો વિદેશ જઇને ગુજરાત આવ્યાં છે.હવે રાજ્ય આરોગ્ય વિભાગે આ બધાયની શોધખોળ શરૂ કરાઇ છે. ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો તે વખતે અભ્યાસ અને વેપાર ધંધા માટે ચીન ગયેલાં લોકો ગુજરાત પરત ફરી રહ્યાં હતાં. આ ઉપરાંત અન્ય દેશોમાંથી ય લોકો ગુજરાત આવી રહ્યા હતાં. તે વખતે રાજ્ય સરકારે કોરોના વાયરસને ગંભીરતાથી લીધુ જ નહીં. હવે જયારે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે ત્યારે વિદેશથી આવેલાં લોકોનુ લોકેશન મેળવવામાં  આવી રહ્યું છે.ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ કબૂલ્યું છેકે, 27 હજાર લોકો વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવ્યાં છે.કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ વિદેશથી પરત ફરેલાં લોકોની યાદી આપી છે.તે મુજબ આ બધાય લોકોનુ લોકેશન મેળવવામાં આવી રહ્યું છે. ગુજરાત અત્યારે કોરોનાના બીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યુ છે.ચિંતાજનક વાત એછેકે, હવે ગુજરાતમાં સૃથાનિક સંપર્કથી ય કોરોના વકર્યો છે તે જોતાં ત્રીજા સ્ટેજમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થવાની શક્યતા વધુ છે. ગાંધીનગર,સુરત અને રાજકોટમાં સૃથાનિક સંપર્કમાં આવતાં કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય વિભાગ-સરકારની ચિંતા વધી છે. આરોગ્ય વિભાગ વિદેશથી આવેલાં લોકો જ નહીં,તેમના સંપર્કમાં આવેલાં લોકોને ય સંપર્ક કરી રહ્યુ છે. આ બધાય  કવોરન્ટાઇન કરવા નક્કી કર્યુ છે.  આરોગ્ય વિભાગે તો મોબાઇલ એપના માધ્યમથી આ બધાય લોકો પર નજર રાખવા આયોજન કર્યુ છે. આરોગ્ય વિભાગનો દાવો છેકે, ગુજરાતમાં અત્યાર સુધી 11 લાખ લોકોનો સર્વે કરાયો છે. ગુજરાત કદાચ કોરોના વાયરસનો સર્વે કરનારૂ પ્રથમ રાજ્ય છે.