Laxman rekha corona- સુરતની અનેક સોસાયટીમાં બહારના વ્યક્તિ પર પ્રતિબંધ, બનાવી લક્ષ્મણરેખા
સુરતમાં કોરોનાથી બચવા માટે લોકોએ સોસાયટી બહારના વ્યક્તિ પર પ્રતિબંધ ફરમાવી લક્ષ્મણ રેખા બનાવી દીધી છે. સંખ્યાબંધ સોસાયટીઓમાં બહારની વ્યક્તિ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. લોકોમાં આવેલી આ જાગૃતિ 21 દિવસ રહે તો કોરોના સામે લડાઈ જીતી શકાય તેમ છે.
કોરોના સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રજાજોગ સંબોધન કર્યું તેમાં લક્ષ્મણ રેખાની વાત કરી હતી. સંખ્યાબંધ લોકોએ પોતાની સોસાયટી માં લક્ષ્મણ રેખા દોરી દીધી છે. લોક ડાઉનનો કડકાઈ પૂર્વક અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સોસાયટીના સભ્યોને પણ જરૂરત વિના બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ સુરત સોસાયટીમાં દૂધ, શાકભાજી કે અન્ય વસ્તુઓ પણ ગેટ પરથી લઇ જાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આટલું જ નહીં પરંતુ સોસાયટીના લોકોને પણ સોસાયટીની બહાર ન જવા દેવા માટે સૂચનો પાલન કરવામાં આવી રહ્યું છે. આ સોસાયટીના લોકો કહે છે. દેશમાં લક્ષ્મણરેખા ઓળંગવાના કારણે કોરોના આવ્યો છે પરંતુ હવે એવું નથી ઈચ્છતા કે અમારી સોસાયટીમાં કોરોના આવે તેથી અમે અહીં લક્ષ્મણ રેખા દોરી દીધી છે.