સંબંધિત સમાચાર
- Hanta Virus-ચીનથી મોટા સમાચાર નવું વાયરસ "હંતા" વાયરસ -જાણો કેવી રીતે ફેલે છે હંતા વાયરસ
- Corona effects-ગુજરાતની કચેરીઓમાં 31 માર્ચ સુધી રજા, જીવનજરૂરી વસ્તુઓ માટે ટાસ્ક ફોર્સની રચના
- ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
- રાજ્ય સરકારનો નિર્ણય 19મી માર્ચથી ટીવીના માધ્યમથી શિક્ષણ અપાશે
- કોરોના વાઈરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે તમામ પર્યટન સ્થળો બંધ
કોરોનાના કાળ વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં લોકોમાં ભય
એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે.
જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભર ઉનાળે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદના ઝાપટાં પડી રહ્યાં છે. વડોદરા શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોરે કમોસમી વરસાદ પડ્યા હતો.
ભરૂચ અને જંબુસર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના વાતાવરણમાં પલટો આવતા આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કંડલામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30થી 409 કિ.મી.ની ઝડપે પવન સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે.