શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (21:53 IST)

શુ તહેવારોને કારણે આવશે કોરોનાની ત્રીજી લહેર ? શુ કહે છે એક્સપર્ટ્સ ?

દેશમાં કોરોના સંક્રમણ (coronavirus) ની બીજી લહેર કમજોર પડી ગઈ છે અને આ સાથે જ હવે ઘણી રાહત પણ મળી ગઈ છે. હવે કારણ કે થોડાક જ દિવસમાં ફેસ્ટિવલ સીઝન (Festival season) પણ આવવાની છે. આવામાં ત્રીજી લહેરને લઈને આશંકાઓ પણ છે. ઈંડિયા ટુડેના એડિટર રાજદીપ સરદેસાઈએ એક્સપર્ટ સાથે વાત કરી અને આ જાણવાનો પ્રયત્ન કર્યો કે શુ ફેસ્ટિવ સીઝનના કારણે ત્રીજી લહેર આવી શકે છે  ?
 
પ્રશ્ન - દરેક જગ્યાએ ભીડ એકત્ર થઈ રહી છે, શુ આ સમયે લોકોએ પાછળ હટવાની જરૂર છે કે નહી ? આપણે મોટા કાર્યક્રમોમાં ભાગ ન લેવો જોઈએ ?
 
જવાબ ત્રીજી લહેરથી બચવા માટે આપણે સ્થાનીક સરકારની પ્રશંસા કરવી જોઈએ અને હવે લોકો માટે એ અનુભવ કરવાનો સમય છે કે ગણપતિ તેમના દિલમાં વસે છે તો તેમને એ માટે મંડપો ઉભા કરવાની જરૂર નથી. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે છે. પોલીસે સખ્તાઈ કરવી પડશે. હુ નથી ઈચ્છતો કે કોઈપણ રાજ્યમાં કેરલ જેવી સ્થિતિ ઉભી થાય. કેરલમાં ઓણમ અને બકરીઈદ દરમિયાન કોરોનાના કેસમાં વધારો થયો. (ડો. હેમંત ઠાકર, કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને કાર્ડિયોમેટાબોલિક સ્પેશિયાલિસ્ટ, બ્રીચ કેન્ડી હોસ્પિટલ)
 
 
સવાલ - શુ તહેવારો અને કોરોનાના કેસમં વધારા વચ્ચે કોઈ સંબંધ છે ? શુ આપણે ઈમ્યુઇટીના લેવલ પર પહોંચી ગયા છે અને હવે બહાર રહેવાથી કોઈ ફરક નહી પડે ? 
 
જવાબ - કેરળ પાસેથી આપણે ઘણુ સીખવાની જરૂર છે. આ વાત નકારાત્મક નથી. કેરળમાં આપણે જે જોઈ રહ્યા છે અને દેશના બાકી ભાગમાં જે આપણે જોઈશુ એ વેક્સીનેશન અને સીરો પ્રિવિલાંસનો કોમ્બિનેશન હશે.  જો ત્રીજી લહેર આવે છે તો તેનો સૌથી વધુ ખતરો એ સ્થાન પર થશે જ્યા વેક્સીનેશન અને સીરો પ્રિવિલાસ્ન ઓછો છે. કેરલમાં સીરો પ્રિવિલાંસ ઓછો હતો. તેથી ત્યા સંક્રમણનો ખતરો હતો. કોઈ પણ ગીર્દીવાળા સ્થાન પરથી સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે. (ડો. ગિરધર બાબુ, પ્રોફેસર અને વડા, લાઈફકોર્ટ રોગશાસ્ત્ર, PHFI) 
 
સવાલ - શુ આપણે ત્રીજી લહેર તરફ વધી રહ્યા છીએ  ?
 
જવાબ - આ ઘણુ ખરઉ એ વાત પર નિર્ભર કરે છે કે તમે દેશના કયા ભાગની વાત કરી રહ્યા છો. ઉત્તરના રાજયોમાં જોવા જઈએ તો ત્યા સીરો પ્રિવિલાંસ વદહુ છે. તેથી ત્યા એકદમથી કેસ વધવાનો ખતરો નથી. પણ મહારાષ્ટ્ર અને કેરલ જેવા ઓછા સીરો પ્રિવિલાંસવાળા રાજ્યોમાં તહેવારોનો ફર્ક પડશે. (પ્રોફેસર ગૌતમ મેનન, ચેપી રોગોના મોડેલિંગના સંશોધક અને ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રોફેસર, અશોકા યુનિવર્સિટી)
 
સવાલ - શુ કેરલ દેશ માટે સબક છે ? 
 
જવાબ- કેરળ એક સ્ટડી છે, પણ નેગેટિવ સેંસમાં નહી. કેરળમાં ઓળમ દરમિયાન બજાર ખુલ્યા પણ ત્યા કોઈ મોટુ સેલિબ્રેશન ન થયુ છતા પણ ત્યા કોઈ કારણસર 10 હજારથી વધુ કેસ મળી રહ્યા છે. આ ડર પણ હતો. (ડો. અનીથ ટીએસ, એસોસિયેટ પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસિન, ત્રિવેન્દ્રમ મેડિકલ કોલેજ) 
 
સવાલ - મહામારીમાં ધર્મને વચ્ચે ખેંચી લાવનારાઓને તમે શુ કહેશો ? 
 
જવાબ - કોવિડ હિંદુ, મુસ્લિમ, વૃદ્ધ અને યુવાઓમાં ફરક નથી સમજતો. તે સંક્રમિત કરે છે. સવાલ એ છે કે શુ તમે ત્રીજી લહેર ઈચ્છો છો ? અને દરેક કોઈ કહેશે ના.... આપણે દુનિયાના બીજા દેશો પાસેથી શીખવુ પડશે. (ડો. સરિન સીનિયર પ્રોફેસર ઈસ્ટીટ્યુટ ઓફ લિવર અને બાઈલિયરી સાયંસેસ)