શનિવાર, 1 એપ્રિલ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified શુક્રવાર, 3 જુલાઈ 2020 (10:48 IST)

15 ઓગસ્ટના રોજ લૉન્ચ થઈ શકે છે કોરોનાની દેશી વેક્સીન COVAXIN

કોરોનાના વધતા સંકમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની વૈક્સીન કોવૈક્સીન (COVAXIN) લૉન્ચ થઈ શકે છે. આ વૈક્સીનને ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે તૈયાર કર્યુ છે. ભારત બાયોટેક અને આઈસીએમઆરની તરફથી વૈક્સીન લૉન્ચિંગ શક્ય છે. 
 
તાજેતરમાં જ કોવૈક્સીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી છે.  આઈસીએમઆર દ્વારા રજુ કરાયેલા એક પત્ર મુજબ, 7 જુલાઇથી હ્યૂમન ટ્રાયલ માટે ઈનરોલમેંટ  શરૂ થશે. આ પછી, જો તમામ ટ્રાયલ બરાબર સાબિત થયા તો પછી આશા  છે કે 15 ઓગસ્ટ સુધીમાં, કોવૈક્સીનને લૉન્ચ કરવામાં આવશે. સૌ પહેલા  ભારત બાયોટેકની વૈક્સીન માર્કેટમાં આવી શકે છે.
 
આ લેટર આઈસીએમઆર અને તમામ સ્ટેકહોલ્ડર (એઈમ્સના ડોકટરો સહિત) દ્વારા રજુ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જો ટ્રાયલ દરેક સ્ટેપમાં સફળ થઈ જાય છે તો 15 ઓગસ્ટ સુધીમાં કોરોના રસી કોવેક્સીન માર્કેટમાં આવી શકે છે. હાલ આઈસીએમઆર દ્વારા તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ભારત બાયોટેકે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેને કોવેક્સિનના ફેઝ -1 અને ફેઝ -2 માનવ ટ્રાયલ્સ માટે ડીસીજીઆઈ તરફથી ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં ટ્રાયલ કામ શરૂ કરવામાં આવશે. ભારત બાયોટેકને રસી બનાવવાનો જુનો અનુભવ છે.
 
ભારત બાયોટેક કંપનીએ પોલિયો, રબીઝ, રોટાવાયરસ, જાપાની એન્સેફાલીટીસ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસની રસી પણ બનાવી છે. 7 જુલાઈથી માનવીય ટ્રાયલ માટે ઈનરોલમેંટ  શરૂ થઈ શકે છે. આ પછી, તબક્કાવાર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જો ટ્રાયલ સફળ થાય તો, રસી 15 ઓગસ્ટે લોંચ  કરવામાં આવશે.