રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (11:46 IST)

Delhi Crime News: દિલ્હી લાલ કિલ્લા પાસે થયો 4 રાઉંડ ગોળીબાર, ત્રણ ઘાયલ

Delhi Crime News: દિલ્હીના લાલ કિલ્લા પાસે રોડરેજને કારણે ચારથી પાંચ રાઉંડ ફાયરિંગ થયુ છે. આ ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થવાના સમાચાર છે. આ ઘટના દિલ્હીના લલ કિલ્લા પાસે અંગુરી બાગ પાસે થઈ છે. જ્યા બે જૂથો વચ્ચે ઝગડો થયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યુ. 
 
આ હતો મામલો 
 
હકીકતમાં, મોહમ્મદ શાહિદ નામનો વ્યક્તિ અંગૂરી બાગ વિસ્તારમાંથી તેની પત્ની સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો, તે દરમિયાન રોંગ સાઇડથી આવી રહેલા સ્કૂટી સવારે તેની સ્કૂટીને ટક્કર મારી. જે બાદ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. શાહિદનો આરોપ છે કે સ્કૂટી સવારે તેના કેટલાક સાથીઓને સ્થળ પર બોલાવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું.
 
ત્રણ લોકો થયા ઘાયલ
 
સાથે જ  શાહિદનો ભાઈ આબિદ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો, ત્યારબાદ આરોપીઓએ લગભગ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં તેના ભાઈ આબિદ સહિત બે રાહદારીઓને ગોળી વાગી. આ સમગ્ર ઘટનામાં ઘાયલ ત્રણમાંથી બે પીડિતોને એલએનજેપી હોસ્પિટલમાં અને એક પીડિતને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
આરોપીને શોધી રહી છે પોલીસ 
 
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. આ સાથે ઘટના અંગેના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.