ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 જૂન 2021 (16:54 IST)

મહારાષ્ટ્રમાં મળ્યો વાયરસના ડેલ્ટા પ્લસ વૈરિએંટ, ઈમ્યુનિટીને આપશે પડકાર

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચિંતા સાથે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લ્સ વૈરિએંટથી સંક્રમિત દર્દીઓને મળવાથી અફરા તફરી મચી ગઈ છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ, નવી દિલ્હી)ના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાએ રવિવાએ જણાવ્યુ કે વાયરસનો ડેલ્ટા પ્લસ વૈરિએંટ રૂપ બી 1.617.2 નુ આક્રમક રૂપ છે.  શક્ય છે કે આ ઈમ્યુનિટીને સહેલાઈથી દગો આપી શકે છે. 
 
કે 417 એન નામનુ મ્યૂટેશન જોવા મળ્યુ છે, ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ - આગામી કેટલાક અઠવાડિયા મહત્વના 
 
ડોક્ટર ગુલેરિયાએ જણાવ્યુ કે ભારતમાં વાયરસ કે 417 એન નામની સાથે એક વધુ મ્યૂટેશન કરી રહ્યુ છે. બ્રિટનમાં કોરોનાનો ડેલ્ટા વૈરિએંટ ઝડપથી વધે રહ્યો છે.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ બધા વૈરિએંટ ઓફ ઈટરેસ્ટ (VOI) ની શ્રેણીમાં મુક્યા છે.  જો કે વાયરસનુ આ રૂપ સમય સઆથે આક્રમક થયુ તો તેને પણ વૈરિએંટ ઓફ કન્સર્નની શ્રેણીમાં મુકવુ પડશે. 
 
જો બીજા લહેરની ધીમી ગતિ વચ્ચે કોવિડનું પાલન ન કરવામાં આવે તો વાયરસનું આ સ્વરૂપ ભારતમાં આક્રમક રીતે ફેલાય છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં વાયરસના ભયથી બચવા માટે વાયરસની સ્પાઇક પર નજર રાખવી પડશે. ડેલ્ટાની સ્થિતિ શું છે અને તેની અસર શું છે તે શોધવા માટે જીનોમ સિક્વિન્સીંગ પર ભાર મૂકવો પડશે.
 
 નજર 
 
જીનોમ સિક્વન્સીંગ વાયરસના નવા સ્વરૂપનું સ્વરૂપ જાહેર કરશે.
તે કેવી રીતે રસી અને મોનોક્લોનલ એન્ટિબોડીઝને અસર કરે છે?
 
મુશ્કેલ
 
આપણે બ્રિટન પાસેથી પાઠ ભણવો પડશે, જો આપણે સતર્ક નહી રહીએ તો, આગામી ત્રણથી ચાર મહિનામાં આપણે પાછા જૂની પરિસ્થિતિમાં પહોચી જઈશુ. 

ડેલ્ટા પ્લસ વૈરિએંટ ખતરનાક કેમ ? 
 
વાયરસનો ડેલ્ટા સ્વરૂપ બી 1.617 વૈરિએંટ, અત્યાધિક સંક્રમક હતો. તેના સ્પાઇક પ્રોટીન વાયરસને માનવ કોષોને સંક્રમિત કરવામાં મદદ કરે છે હવે K417N મ્યૂટેશન વાળો વાયરસ જૂના વાયરસ કરતા માનવ રોગપ્રતિકારક શક્તિને વધુ સરળતાથી છેતરી શકે છે. આને કારણે એવું કહી શકાય કે તે વેક્સીન અને કોઈપણ ડ્રગ થેરેપી માટે પણ પડકાર પેદા ઉભો કરી શકે છે.