સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 22 માર્ચ 2018 (15:22 IST)

Rajya Sabha Election - જાણો કેવી રીતે બદલાય જશે સંસદનો સીન.. શુ છે રાજ્યોનું ચૂંટણી ગણિત

. દેશના રાજકારણ માટે 23 માર્ચની તારીખ ખૂબ મહત્વની ગણાય રહી છે. કારણ કે આ દિવસે  રાજ્યસભાની 58 સીટો માટે ચૂંટણી થશે.  ભાજપા તેને રાજ્યસભામાં પોતાનુ ગણિત ઠીક કરવાની તકના રૂપમાં જોઈ રહી છે. તો વિપક્ષી પણ પોતાને એક એક સીટને જીતવાની ભરપૂર કોશિશ કરી રહ્યુ છે. 23 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગ થશે અને આવતીકાલે જ પરિણામ જાહેર કરવામાં આવશે.  અહી અમે બતાવીશુ રાજ્યસભાનું સંપૂર્ણ ગણિત અને જાણીશુ કે દેશની રાજનીતિ પર આ ચૂંટણીની કેટલી અસર થશે. 
 
ઉલ્લેખનીય છે કે 16 રાજ્યોમાંથી કુલ 58 સીટો માટે રાજ્યસભા સભ્ય પસંદ કરવામાં આવે છે.  પણ 25થી વધુ ઉમેદવારો પહેલા જ નિર્વિરોધ પસંદ થઈ ચુક્યા છે. તેમા બિહારમાંથી 6, મહારાષ્ટ્રમાંથી 6, મધ્યપ્રદેશમાંથી 5, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાંથી 3-3 અને હરિયાના ઉત્તરાખંડમાંથી એક-એક સભ્યનો સમાવેશ છે. 
 
રાજ્યસભાનુ વર્તમન ગણિત 
 
રાજ્યસભામાં કુલ 245 સભ્ય છે. એનડીએની પાસે 77 સભ્ય છે. તેમાથી સૌથી વધુ ભાજપાના 58 સભ્ય છે. અન્ય દળોમાં જેડીયૂના 7, શિરોમણિ અકાલી દળ અને શિવસેનાના 3-3, પીડીપીના 2 અને ચાર અન્ય દળોના એક એક સભ્ય છે. જે એનડીએના ઘટક દળ છે. રાજ્યસભામાં વિપક્ષ અને અન્ય દળ પાસે 168 સભ્યોનો દમ છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે જેની પાસે 53 સભ્ય છે. 
 
ચૂંટણી પછીની શક્યતા 
 
બધુ જો આશા મુજબ થયુ તો આ રાજ્યસભા ચૂંટણી પછી ભાજપા સભ્યોની સંખ્યા 58થી વધીને 68 અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા 54થી ઘટીને 48 થઈ શકે છે. 
 
ભાજપાના અનેક કેન્દ્રીય મંત્રી ચૂંટણી મેદાનમાં 
 
ભાજપાએ 27 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જેમાથી આઠ કેન્દ્રીય મંત્રી રિટાયર થવાના છે. તેમા નાણાકીય મંત્રી અરુણ જેટલી યૂપી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા હિમાચલ પ્રદેશ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર અને સામાજીક ન્યાય મંત્રી થાવરચંદ ગહલોત એમપી, માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્ર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ બિહાર, કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને રસાયણ રાજ્યમંત્રી મનસુખ ભાઈ મંડાવિયા ગુજરાતનુ નામ સામેલ છે.  આ સાથે જ ભાજપા સંગઠનના અનેક નેતા રાજ્યસભા પહોંચશે. 
આ ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપાના સભ્યોની સંખ્યામાં વધારો થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ સમય 21 રાજ્યોની સરકારમાં ભાજપાનો સમાવેશ છે. જેમા 15 રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રી છે. જેનાથી એ સ્પષ્ટ રૂપે દેખાય રહ્યુ છે કે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપાને શાનદાર જીત મળવાની છે. આવો અમે તમને બતાવીએ છીએ કે રાજ્યમાં કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર છે અને કોની જીતની શક્યતા છે ? 
 
 
ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે ચૂંટણી 
 
દેશનુ સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 સીટો માટે ચૂંટણી થવાની છે. અહી ભાજપાના 8 ઉમેદવારોમાં અરુણ જેટલી, અશોક વાજપેયી, કાંતા કરદમ, હરનાથ સિંહ યાદવ, અનિલ જૈન, સકલદીપ રાજભર, વિજય પાલ સિંહ તોમર અને જીવીએલ નરસિમ્હા રાવનુ રાજ્યસભા પહોંચવુ લગભગ નક્કી છે.  સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન રાજ્યસભાની સાંસદ રહેશે.  બસપા તરફથી ભીમરાવ આંબેડકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહી ભાજપાના 9માં ઉમેદવાર અને બસપા ઉમેદવાર વચ્ચે ટક્કર થવી રસપ્રદ થઈ શક છે. 
 
રાજ્યના કુલ 403 સીટો છે. સપા પાસે 47, બસપા પાસે 19 અને કોંગ્રેસ પાસે 7 સીટો છે. એક રાજ્યસભા સભ્ય પસંદ થયા પછી સપા પાસે 10 વોટ બચે છે. તાજેતરમાં જ રાજ્યમાં બદલાયેલા રાજનીતિક સમીકરણ પછી એવી અટકળ છે કે સમાજવાદી પાર્ટી પોતાના એલાઈડર પાર્ટનર બસપાનુ સમર્થન કરશે અને આ જ રીતે ભીમરાવનુ જીતવુ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે. જ્યારે કે ભાજપા પાસે પોતાના ઉમેદવારને જીતાડવા માટે 28 વોટ બચશે. જો ભાજપાને અપક્ષનુ સમર્થન મળે છે અને કેટલાક ધારાસભ્ય ક્રોસ વોટિંગ કરે તો ભાજપા નવમી સીટ પણ જીતી શકે છે. 
 
બિહારમાં 6 સીટો માટે ચૂંટણી 
 
બિહારમાં 6 સીટો પર ચૂંટણી થવાની છે. અહી બધી સીટો પર ઉમેદવાર નિર્વિરોધ પસંદ થશે. જેમા ભાજપાના રવિશંકર પ્રસાદ, જેડીયૂના બે ઉમેદવાર વશિષ્ઠ નારાય્ણ સિંહ અને મહેન્દ્ર પ્રસાદ, રાજદથી મનોજ ઝા અને અશ્ફાક કરીમ અને કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ છે. 
ગુજરાતમાં 4 સીટો માટે ચૂંટણી 
 
ગુજરાતમાં 4 રાજ્યસભા સીટો માટે ચૂંટણી થવાની છે. અહી એક સાંસદને પસંદ કરવા માટે 37 એમએલએની જરૂર હોય છે. આ આધાર પર ભાજપાના પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ ભાઈ માંડવિયાનુ રાજ્યસભા પહોંચવુ નક્કી છે તો કોંગ્રેસના અમી યાગનિક અને નારાયણ રાઠવા પણ નિર્વિરોધ રાજ્યસભા પહોંચશે. 
 
મહારાષ્ટ્રમાં 6 સીટો માટે ચૂંટણી 
 
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 સીટ ખાલી છે. જેના પર ચૂંટણી થવાની છે. આ બધી સીટો પર નક્કી ઉમેદવાર રાજ્યસભા જશે. જેમા ભાજપાના નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી મુરલીધરન, કોંગ્રેસના કુમાર કેતકર, એનસીપીમાંથી વંદના ચૌહાણ અને શિવસેનાના અનિલ દેસાઈના નામનો સમાવેશ છે. 
 
કર્ણાટકમાં થઈ શકે છે મુકાબલો 
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર સીટો પર ચૂંટણી થવાની છે.  અહી પાર્ટીઓ વચ્ચે કડક મુકાબલો જોવા મળી શકે છે. કોંગ્રેસે પોતાના ત્રણ ઉમેદવાર હનુમતિયા, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ટિકિટ આપી છે તો બીજી બાજુ ભાજપાએ ફક્ત એક ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા છે. જેડીએસે બીએમ ફારૂકને ટિકિટ આપી છે. 
છત્તીસગઢમાં ભાજપા અને કોગ્રેસ વચ્ચે મુકાબલો 
 
છત્તીસગઢમાં ભાજપાની સરોજ પાંડે અને કોંગ્રેસના લેખરામ સાહૂ સામ સામે છે. છત્તીસગઢ વિધાનસભામાં 90 ધારાસભ્ય છે. રાજ્યસભા ઉમેદવારને જીત માટે 46 વોટની જરૂર છે. ભાજપા પાસે 49 ધારાસભ્ય છે જ્યારે કે કોંગ્રેસ પાસે 39 ધારાસભ્ય છે. બસપાનો એક ધારાસભ્ય અને એક અપક્ષ છે. અહી ભાજપાની જીતવુ આમ તો નક્કી છે પણ જો ક્રોસ વોટિંગ થયુ તો પરિણામ કશુ પણ આવી શકે છે. 

મધ્યપ્રદેશમાં 5 સીટો માટે ચૂંટણી 
 
મધ્યપ્રદેશમાં 5 સીટો માટે ચૂંટણી થવાની છે. અહી ભાજપાના ચાર ઉમેદવાર થાવરચંદ ગહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, અજય પ્રતાપ સિંહ અને કૈલાશ સોની અને કોંગ્રેસના રાજમણિ પટેલનુ રાજ્યસભા જવુ નક્કી છે. 
 
પશ્ચિમ બંગાળમાં 5 સીટો માટે ચૂંટણી 
 
તૃણમૂળ કોંગ્રેસે 4 ઉમેદવાર નદીમુલ હક, સુભાશીષ ચક્રવર્તી, અબિર વિશ્વાસ અને શાંતનુ સેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કે કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપી છે. બીજી બાજુ સીપીઆઈએમે રબિન દેવને ઉમેદવાર બનાવ્યા છે. અહી એક સાંસદને પસંદ કરવા માટે 50 વોટની જરૂર છે. ટીએમસી પાસે 213 એમએલએ છે. આ આધાર પર પાર્ટીના 4 ઉમેદવારોનુ રાજ્યસભા જવુ નક્કી છે.  કોંગ્રેસ પાસે 8 ઓછા મતલબ કુલ 42 ધારાસભ્ય છે. તેથી પાર્ટીને ટીએમસી કે પછી સીપીઆઈએમ સાથે ગઠબંધન કરવુ પડશે. 
 
તેલંગાનામાં ત્રણ સીટ પર ચૂંટણી 
 
તેલંગાનામાં ત્રણ સીટો માટે ચૂંટણી થવાની છે. ટીઆરએસે જે સંતોષ કુમાર, બી લિંગૈયા યાદવ અને બી પ્રકાશ મુદિરાજને મેદાનમાં ઉતાર્યા છે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી બલરામ નાઈક મેદાનમાં છે. રાજ્યમાં એક સીટ માટે 30 વોટોની જરૂર છે.  અહી ટીઆરએસના 91 ધારાસભ્ય છે જ્યારે કે કોંગ્રેસના 12 ધારાસભ્ય છે.  આ રીતે ટીઆરએસના ત્રણેય ઉમદવારને રાજ્યસભા માટે પસંદ કરવા નક્કી છે. 
 
આંધ્રપ્રદેશમાં 3 સીટો પર ચૂંટણી 
 
આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણી થવાની છે.  ત્રણેય સીટ પર ઉમેદવાર નિર્વિરોધ પસંદગી પામ્યા છે. તેલુગુદેશમ  પાર્ટીના બે ઉમેદવાર સીએમ રમેશ અને કે રવિન્દ્ર કુમાર અને વાઈએસઆર કોંગ્રેસના વી. પ્રભાકર રેડ્ડી રાજ્યસભા જશે. 
 
ઓડિશા અને રાજસ્થાનમાં કોઈ મુકાબલો નથી 
 
ઓડિશા અને રાજસ્થાનમાં 3-3 સીટો માટે ચૂંટણી થવાની છે અને  બંને રાજ્યોમાં કોઈ મુકાબલો નથી. જ્યા એક બાજુ ઓડિશામાં બીજૂ જનતા દળ (બીજેડી)ના પ્રશાંત નંદા, સૌમ્યા રંજન પટનાયક નએ અચ્યુત સામંત રાજ્યસભા પહોંચી રહ્યા છે તો બીજી બાજુ ભાજપાના ત્રણ ઉમેદવર ભૂપેન્દ્ર યાદવ, ડો. કિરોડી લાલ મીણા અને મદન લાલ સૈનીની પસંદગી થવી ચોક્કસ છે. 
 
ઝારખંડમાં 2 સીટ માટે ચૂંટણી 
 
ઝરખંડમાં આ બે સીટો માટે ઉઠા-પઠક થઈ શકે છે. અહી ભાજપાએ સમીર ઉરાંવ અને પ્રદીપ કુમાર સોંથાલિયાને ઉમેદવાર બનાવ્યા છે.  જ્યારે કે કોંગ્રેસે ધીરજ સાહુને મેદાનમાં ઉતાર્યા છે. અહી એક સીટ માટે 28 વોટની જરૂર પડશે અને ભાજપા પાસે 43 વોટ છે અને તેના સહયોગી આજસૂ પાસે 4 વોટ છે.  આઅ રીતે તેમની પાસે કુલ 47 વોટ છે.  પોતાના બંને ઉમેદવારોને રાજ્યસભા મોકલવા આભાજપાને 9 વધુ વોટની જરૂર છે.  ઝારખંડ મુક્તિ મોરચાના 19 વોટ, કોંગ્રેસના 7, જેવીએમના 2, બસપા, એમસીસી અને સીપીઆઈ(એમએલ) ના એક એક વોટ છે. જ્યારે કે 3 અપક્ષ છે. અહી એક સીટ માટે મુકાબલો રસપ્રદ થઈ શકે છે. 
 
હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચાલમાં એક 1 સીટ માટે ચૂંટણી 
 
હરિયાણાની એક માત્ર સીટ પર ભાજપાના લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) ડીપે વત્સની પસંદગી થવી ચોક્કસ છે.   ઉત્તરાખંડથી ભાજપાના અનિલ બલૂની નિર્વિરોધ રાજ્યસભા પહોંચી ગયા છે. હિમાચલ પ્રદેશથી ભાજપાના જેપી નડ્ડા કોઈપણ પ્રકારના વિરોધ વગર રાજ્યસભા પહોંચી ગયા છે.