સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (14:48 IST)

રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર, રૂપાલા-માંડવિયાને રિપિટ કરાયા, જેટલીને યુપી ખસેડાયા

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ઈલેક્શન માટે ઉમેદવારોની પ્રથમ સૂચી જાહેર કરી દીધી છે. રાજ્યસભા ઈલેક્શન માટે ભાજપાએ ઘણા સદસ્યોને રિપિટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારના પણ ઘણા મંત્રીઓના નામ સામેલ છે. આ મંત્રીઓની લિસ્ટમાં યુપીથી નાણામંત્રી અરૂણ જેટલી, મધ્યપ્રદેશથી સોશિયલ સિક્યોરિટી મિનિસ્ટર થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાન, મહારાષ્ટ્રથી પ્રકાશ જાવડેકર, ગુજરાતથી મનસુખ માંડવિયા તેમજ પુરુષોત્તમ રૂપાલા, હિમાચલ પ્રદેશથી સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા, બિહારથી કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનથી ભૂપેન્દ્ર યાદવ જેવા ઘણા મોટા મંત્રીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારમાં એવા ઘણા મંત્રીઓ છે જે રાજ્યસભા સાંસદ છે. ચૂંટણીપંચ પ્રમાણે, એપ્રિલ-મે 2018માં 58 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે, જે પછી આ સીટો ખાલી થઇ જશે. બુધવારે ગુજરાતના રાજ્યસભામાં મોકલવા માટે ભાજપે નામ જાહેર કર્યાં છે. જેમાં મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને રિપિટ કરવામાં આવ્યાં છે. ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ઘટતાં રાજ્યસભાના બે સભ્યોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે, જેમાં એક અરૂણ જેટલી છે જેઓ યુપીથી રાજ્યસભાના સભ્ય બનશે. તદ્દ ઉપરાંત છ રાજ્યસભા સભ્યોના કાર્યકાળ 3 એપ્રિલ અને ઝારખંડના બે સભ્યોના કાર્યકાળ 3જી મેનાં રોજ પૂરા થઈ રહ્યાં છે. આ તમામ ઉમેદવાર 12 માર્ચ સુધી ઈલેક્શન માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ (10) સીટો ઉત્તરપ્રદેશથી ખાલી થઇ છે. યુપીના 31 રાજ્યસભા સાંસદોમાંથી 9 સદસ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થઇ રહ્યો છે. બીજી તરફ, બસપા સુપ્રીમો માયાવતીની સીટ પર પણ એપ્રિલમાં ચૂંટણી થવાની છે. માયાવતીએ ગત વર્ષે જૂલાઇમાં રાજીનામું આપી દીધું હતું. યુપીની 10 સીટો ઉપરાંત, મહારાષ્ટ્રની 6, મધ્યપ્રદેશની 5, બિહારની 6 સીટ, કર્ણાટકની 4 સીટો અને પશ્ચિમ બંગાળની 5 સીટો પર ચૂંટણી થવાની છે. ચૂંટણી માટે 12 માર્ચ સુધી દાવેદારી નોંધાવી શકાય છે. 23 માર્ચના રોજ મતદાન થશે અને 23 માર્ચે જ મતગણતરી પણ થશે.