શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (08:11 IST)

Farms Bill: કૃષિ વિઘેયકના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર, કોંગ્રેસ-એસપીએ આપ્યુ સમર્થન

Farms Bill: સંસદના બંને સદનમાં પાસ થયેલ કૃષિ ખરડા વિરુદ્ધ ખેડૂતોનુ પ્રદર્શન શુક્રવારે ઉગ્ર થવાની શક્યતા છે. વિવિધ ખેડૂત સંગઠનોએ શુક્રવારે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનુ આહ્વાન આપ્યુ છે. હરિયાણા અને પંજાબમાં બિલનો સૌથી વધુ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય અનેક રાજ્યોમાં પણ કૃષિ સંગઠન સાથે રાજનીતિક દળ પણ ખરડાના વિરોધમાં રસ્તા પર ઉતરવા માટે તૈયાર છે. કિસાન સંગઠનોએ 24 અને 25 સપ્ટેમ્બર સુધી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે.
 
ખેડૂતોએ દિલ્હી સરહદે અનેક સ્થળે હાઈ-વે પર પણ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. પંજાબ અને હરિયાણામાં કિસાન સંગઠનોએ અન્ય રાજ્યોમાં પણ દેખાવો કર્યા હતા.
 
કોંગ્રેસે પણ ખેડૂત આંદોલનને સમર્થન આપતા કૃષિ બિલોના વિરોધમાં દેશભરમાં દેખાવો શરૂ કર્યા છે. પંજાબમાં યુવા કોંગ્રેસે કિસાન આંદોલનના સમર્થનમાં આઠ વાગ્યે આઠ મિનિટની મશાલ માર્ચ કાઢી હતી. પંજાબમાં પહેલા જ દિવસે રેલવેએ પંજાબની ટ્રેનો બંધ કરી દીધી હતી. માલગાડીઓ પણ રોકી દેવાઈ હતી, જેના કારણે માલ પહોંચવાનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
 
પંજાબ હરિયાણા ટોટલ શટડાઉન, 14  ટ્રેન રદ કરી દેવાઈ
 
પંજાબ અને હરિયાણામાં કૃષિ બીલોનો સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ 31 ખેડૂત સંગઠનોએ શુક્રવારે પંજાબ બંધનું આહવાન કર્યું છે. સાથે જ  હરિયાણામાં ભારતીય કિસાન સંઘ સહિત અનેક ખેડૂત સંગઠનોએ બિલના વિરોધમાં ખેડુતોની હડતાલને ટેકો આપવાની જાહેરાત કરી છે.
પંજાબમાં ખેડૂત સંગઠનો દ્વારા ગુરુવારથી કૃષિ ખરડાના વિરોધમાં ૩ દિવસના રેલરોકો આંદોલનનો પ્રારંભ કરાયો હતો. જેના પગલે પંજાબના રેલવે સત્તાવાળાઓએ 14 સ્પેશિયલ ટ્રેન 3  દિવસ માટે રદ કરી દીધી છે.
 
કોંગ્રેસની બે મહિના લાંબી માસ મૂવમેન્ટનો પ્રારંભ
 
ખેડૂત વિરોધી કૃષિ ખરડાઓના વિરોધમાં કોંગ્રેસે ગુરુવારથી બે મહિના લાંબી માસ મૂવમેન્ટનો પ્રારંભ કર્યો હતો. તે અંતર્ગત દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધપ્રદર્શનો આયોજિત કરાયાં હતાં.