સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :પુલવામા. , શુક્રવાર, 15 જૂન 2018 (15:11 IST)

શહીદ ઔરંગજેબના પિતાએ મોદી સરકારને આપ્યુ 72 કલાકનું અલ્ટીમેટમ

ગુરૂવારે ઈદની રજા પર ઘરે જઈ રહેલ સેનાના જવાન ઔરંગજેબને આતંકવાદીઓ પહેલા પુલવામાના કાલમ્પોરાથી અપહરણ કર્યુ અને ત્યારબાદ ગોળી મારીને હત્યા કરી દીધી. ઈદના અવસર પર પુંછના રહેનરા ઔરંગઝેબના પૈતૃક ગામ સલાનીમાં વિચિત્ર સન્નાતો છવાયેલો છે. ઔરંગઝેબનો પરિવાર રડી રડીને બેહાલ છે.   તેમની મતાએ આતંકવાદીઓએન કહ્યુ હતુકે તેઓ પોતાના પુત્ર સાથે ઈદ મનાવવા માંગે છે પણ આતંકવાઈઓએ ગોળીઓથી વીંધાયેલુ ઔરંગઝેબનુ શરીર જ છોડ્યુ. શહીદ જવાનના પિતાએ સરકારને 72 કલાકનો સમય આપ્યો છે. તેમણે કહ્યુ કે 72 કલાકનો સમય આપુ છુ નહી તો હું બદલો લઈશ. 
 
સેનામાંથી રિટાયર પિતાનુ છલકાયું દર્દ 
 
ઔરંગઝેનના પિતાએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યુ, "આતંકવાદીઓએ મારા પુત્રનુ અપહરણ કરી લીધુ. કાશ્મીરથી આતંકવાદીઓનો 2003માં સફાયો ન થઈ શક્યો.  નિર્દયીઓએ મારા પુત્રને ન આવવા દીધો. શ્રીનગરની અંદર જે પણ નેતા લોકો બેસ્યા છે. તેમને બહાર કાઢવામાં આવે.  હુ મોદીજીને 72 કલાક આપુ છુ નહી તો હુ ખુદ બદલો લેવા તૈયાર છુ.  અમે ઈંડિયન આર્મી દેશ માટે જીવ કુર્બાન કરીએ છીએ, પણ અમારે માટે કશુ નથી." 
 
ઔરંગજેબના ચાચાને પણ આતંકવાદીઓએ માર્યા હતા
 
અહી તમને એ પણ બતાવી દઈએ કે ઔરંગજેબના કાકાને પણ 2004માં આતંકવાદીઓએ મારી નાખ્યા હતા. ઔરંગજેબના કુલ 6 ભાઈ છે.  (ઔરંગજેબ અને એક ભાઈ સેનામાં, જ્યારે કે બાકીન ચાર ભણી રહ્યા છે). ઔરંગજેબના પિતા ખુદ સેનામાંથી રિટાયર થયા છે.