બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (15:30 IST)

Fodder Scam : ચારા કૌભાંડના ડોરાંડા કેસમાં લાલુ પ્રસાદ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ પણ

ચારા કૌભાંડ  (Fodder Scam)ના સૌથી મોટા મામલાના ડોરંડા કોષાગારમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદેસર નિકાસી સાથે જોડાયેલા કેસમાં બિહારના પૂર્વ  CM અને RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ (Lalu prasad yadav) ને  CBI ની વિશેષ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે 5 વર્ષની જેલ ઉપરાંત લાલુ પર 60 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

મળતી માહિતી મ્જબ સજા સંભળાવતા પહેલા લાલૂ પ્રસાદ યાદવનુ બ્લડ પ્રેશર અને શુગર લેવલ ખૂબ વધી ગયુ હતુ. બીજી બાજુ તેમની કિડનીની સ્થિતિ બગડવાની વાત પણ સામે આવી છે. લાલુ પ્રસાદની કિડની અત્યારે માત્ર 20 ટકા જ કામ કરી રહી છે. વરિષ્ઠ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ રૂમની બહાર. જયપ્રકાશ નારાયણ યાદવ, શ્યામ રજક હાજર રહ્યા હતા. ચુકાદા બાદ લાલુ પ્રસાદના વકીલ પ્રભાત કુમારે કહ્યું છે કે તેઓ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.
 
કોર્ટમાં સુનાવણી પહેલાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવની ઉંમર 75 વર્ષ કરતાં વધુ છે. લાલુ યાદવ હાલ જેલ જવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોર્ટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પહેલાંના કેસમાં સંજોગો અલગ હતા, હવે સંજોગો અલગ છે. આ કેસમાં 10 મહિલા આરોપી પણ છે.