શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (19:04 IST)

મુલાકાત - રાષ્ટ્રપતિથી મળ્યા ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના સીએમ બન્યા પછી પહેલીવાર પહોંચેલા રાષ્ટ્રપતિ ભવન

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી બન્યા પછી રાષ્ટ્રપતિ સાથે તેમની આ પહેલી મુલાકાત છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પદથી રાજીનામુ આપી દીધુ હતુ. આ પછી ભાજપના નેતૃત્વએ ગુજરાતની લગામ ભૂપેન્દ્ર પટેલને સોંપી.

 
રાષ્ટ્રપતિને મળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગૃહમંત્રી અમિત શાહને મળવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી સમક્ષ મૂર્તિ અર્પણ કરી. પોતાના ટ્વિટર હેન્ડલ પર ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.