મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (16:34 IST)

Reasons Behind Rupani's Resignation - ગુજરાતના સીએમ વિજય રૂપાણીના રાજીનામા પાછળ આટલા કારણો જવાબદાર હોઈ શકે

Reasons Behind Vijay Rupani's Resignation ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 4 મુદ્દા જવાબદાર હોઈ શકે છે. જેમા ખાસ કરીને કોરોનાકાળમાં સરકારની કામગીરીથી લઈને સંગઠન સાથેના મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં સત્તા વિરોધી જીવાળના કારણે 2022ની ચૂંટણીમાં ભાજપને 100 બેઠકો પણ મુશ્કેલ હોવાથી રૂપાણીનું રાજીનામુ લઈ નવા ચહેરા સાથે 150+ના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં પ્રવાસ માટે મોકલ્યા હતા. જેમા જનતાનો કેન્દ્રીય મંત્રીઓ જનસંવેદના યાત્રા નામે ગુજરાતભરમાં ફર્યા હતા. જે દરમિયાન તેઓ ગુજરાત સરકારની કામગીરી અંગેનો આંત્રિક સર્વે પણ લીધો હતો. જેમા ગુજરાતની જનતા રૂપાણી સરકાર સામે નારાજ હોવાનું અને આગામી ચૂંટણીમાં ભાજનને એન્ટી ઈનકમ બન્સી નડી શકે છે તેઓ એક અહેવાલ તૈયાર થયો હતો. જેના આધારે હાઈકમાન્ડે ગુજરાતમાં નેતુત્વ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું હતું. આમ રૂપાણીના રાજીનામા પાછળ સત્તા વિરોધિ જુવાળ હોવાનું કારણ છે.કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી પર અનેક સવાલો તેમજ વિરોધ ઉભા થયા હતી. ખાસ કરીને કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતિ ઊભી થતાં પ્રજા બિચારી બની આમતેમ ભટકી રહી હતી. આ સમયે સરકારની કામગીરી તો નિષ્ફળ ગઈ હતી. પરિણામે, જનતામાં ભારે રોષ ફેલાયો હતો, જેથી ભાજપ સામેનો વિરોધ વધી ગયો છે. અને જેની અસર કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ અને જનસંવેદના યાત્રા દરમિયાન રાજ્ય સરકારની નિષ્ફળતા જનતાએ જણાવી હતી.

ગુજરાત ભાજપના પ્રમુખ પદે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના મનાતા સીઆર પાટીલની નિમણુંક કરવામાં આવી હતી. પ્રમુખ પદે આવ્યા બાદ સીઆરએ શરૂ કરેલી કવાયતોમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાનો રિપોર્ટ બહાર આવ્યો હતો. પરિણામે મુખ્યમંત્રી સાથે સંકલન કરવા પાટીલ અને સંગઠનના નેતાઓ સતત પ્રયત્નો કર્યા હતા. પરંતુ પાટીલ અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ વધ્યો હતો. જેના કારણે અનેક વખત રૂપાણી અને સીઆર આમને સામને આવી ગયા હતા. સરકારના કેટલાક નિર્ણયોમાં સંગઠનનું મંતવ્ય પણ લેવામાં આવતું ન હોવાનું તેમજ સંગઠનની નિમણૂંકોમાં પણ સરકારને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાની અનેક વિગતો બહાર આવી હતી. પરિણામે ગુજરાત ભાજપના પ્રમુખ અને શાહ-મોદીના ખાસ પાટીલ સાથેના અણબનાવો ના કારણે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું.