મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (16:28 IST)

Hardik Patel on Vijay Rupani resignation: ભાજપની નિષ્ફળતા છુપાવવાનો પ્લાન, ગુજરાતના રાજીનામા પર બોલ્યા હાર્દિક પટેલ

ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. બપોરે રાજ્યપાલને મળ્યા બાદ રૂપાણીએ પોતાનુ રાજીનામું સોંપ્યુ. ત્યારબાદ ભાજપ પર આરોપ લગાવ્યો. 
 
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ બધું કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આગામી વર્ષે ગુજરાતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકોને ચૂંટણીનો સામનો કરવો પડે છે, તેથી સીએમ બદલીને તે લોકોની નારાજગી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
હાર્દિક પટેલે કહ્યું કે, મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોઈ કામ કર્યું નથી. હવે ચૂંટણીને એક વર્ષ બાકી છે. જો તેમને મુખ્યમંત્રી બદલવા હોત તો તેઓ પહેલા જ બદલી નાખતા પણ અત્યારે બદલ્યા, જ્યારે ચૂંટણી માટે એક વર્ષ બાકી છે.  તેમણે લોકોના ગુસ્સાને શાંત કરવા, તેમને છેતરવા માટે મુખ્યમંત્રીને હટાવી દીધા
 
'... તો શું ગુજરાતના લોકો મુશ્કેલીમાં પીએમ પાસે જશે'
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે ગુપ્ત રીતે સરકાર અને નેતાઓને બચાવવાનું કામ ચાલી રહ્યું  હતુ. CM એ કહ્યું કે તેઓ ગુજરાતનો ચહેરો નથી, PM ચહેરો છે. હાર્દિકે સવાલ ઉઠાવ્યો કે જો પીએમ રાજ્યનો ચહેરો છે તો શું અહીંના લોકો સમસ્યાઓ બતાવવા માટે પીએમ જશે ?
 
ચૂંટણીમાં બનાવશે બહાનુ 
 
હાર્દિક પટેલે કહ્યું કે બીજેપી સીએમને બદલીને બહાનું કરશે. જો લોકો કામ ન કરવા પર સવાલ ઉઠાવશે તો તેઓ કહેશે કે સીએમ નવા છે. પરંતુ લોકો સ્માર્ટ છે. તેમણે ઉત્તરાખંડમાં પણ આવું જ કર્યું. કર્ણાટકમાં પણ આવું જ કર્યું અને હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીને હટાવી દીધા.