કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરી

paresh dhanani
Last Modified શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (14:08 IST)


આજે અમદાવાદમાં આવેલ સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધતાં કહ્યું હતું કે તાલિબાનોને ખાલી કોંગ્રેસ જ યાદ કરી શકે. આજના દિવસે તાલિબાનને યાદ ન કરી શકાય, પરેશભાઈનાં નિવેદનને હું વખોડી કાઢું છું. 9/11ના દિને તાલિબનોને યાદ કરવાની જરૂર નથી.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે તાલિબાન ગુજરાતની રાહ પર છે. ગુજરાતના "આધુનિક તાલિબાનો"એ તો 20 વર્ષ પહેલા જ આંદોલન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. શું હવે ગુજરાતની રાહ ઉપર જ અફઘાની તાલિબાનો આગળ વધી રહ્યા છે?

આ પણ વાંચો :