રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2016 (14:24 IST)

નોટબંધી - કેટલુ મુશ્કેલ છે 20 અરબ નોટોને નષ્ટ કરવી ?

મોદી સરકારે 500 અને 1000ની જૂની નોટનુ ચલણ બંધ કરવાથી ભારતીય રિઝર્વ બેંક સામે નવા નોટ પુરા પાડવાની સાથે સાથે રદ્દી થયેલ નોટોને નષ્ટ કરવી એ પણ એક પડકાર છે. એક ગણતરી મુજબ બજારમાં 500 અને 1000ના લગભગ 20 અરબ નોટ રદ્દી થઈ જશે. રિઝર્વ બેંક મુજબ માર્ચ, 2016માં ભારતીય બજારમાં 90 અરબ નોટ (નાના મોટા બધા મળીને) ચલણમાં છે. મતલબ કુલ નોટમાં લગભગ 35 ટકા નોટ નષ્ટ કરવાના છે. 
 
જો કે આ નોટોને નષ્ટ કરવાનો પડકાર ખૂબ મુશ્કેલ નથી. કારણ કે રિઝર્વ બેંક સમય સમય પર સડેલી બગડેલી નોટો નષ્ટ કરતુ રહ્યુ છે. દુનિયાના બીજા દેશના પણ કેન્દ્રીય બેંકોની આ જવાબદારી હોય છે. રિઝર્વ બેંક આ નોટોને નષ્ટ કરવા માટે કંપ્રેસ કરીને તેને મજબૂત પૂઠ્ઠામાં બદલી નાખે છે.  આ પૂઠ્ઠાનો ઉપયોગ ઈંધણના રૂપમાં 
ફેક્ટરી અને બૉયલરોમાં થાય છે. પણ રિઝર્વ બેંકના એક વરિષ્ઠ અધિકારીએ જ અણાવ્યુ કે નષ્ટ થયેલ નોટમાંથી બનેલા પૂઠ્ઠા ઈંધણના રૂપમાં વાપરવા લાયક હોતા નથી.  આમ તો તેની પ્રક્રિયા રિઝર્વ બેંકના ઓફિસોમાં જ થાય છે. 
 
રિઝર્વ બેંકના ઓફિસોમાં નોટ કતરનારી મશીનો હોય છે. રિઝર્વ બેંક દેશભરમાં ફેલાયેલા 19 ઓફિસોમાં આવી 27 મશીનો છે.  આ મશીનો પહેલા તો નોટના નાના-નાના ટુકડામાં કતરે છે. પછી ખોખામાં બદલવામાં આવે છે.  આ પૂઠ્ઠાને ભારતના મોટા ભૂ-ભાગમાં દબાવી દેવામાં આવે છે.   
 
જો કે ઘણીવાર એવુ પણ થાય છે કે કતરેલી નોટોને રિસાઈકલ કરી તેમાંથી ફાઈલ, કેલેંડર અને પેપર વેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત બોલ પોઈંટ પેન મુકનારા બોક્સ, ટી કૉસ્ટર, કપ અને નાની ટ્રે વગેરેનુ નિર્માણ પણ સોવેનિયર માટે કરવામા આવે છે. 
 
અમેરિકામાં પણ નોટો સાથે આવુ જ કરવામાં આવે છે. નકલી નોટને સીક્રેટ સર્વિસ પાસે મોકલવામાં આવે છે. જ્યા તેમને કતરીને નષ્ટ કરવામાં આવે છે. ત્યા પણ કતરેલા નોટને રિસાઈકલ કરીને ફાઈલ કેલેંડર વગેરે ઉપહાર સામગ્રી બનાવવાનુ ચલણ છે. 
 
અધિકારીઓનુ માનીએ તો 20 અરબ નોટને નષ્ટ કરવી કોઈ મોટો પડકાર નથી. દર વર્ષે બેંક અરબોની નોટ નષ્ટ કરે છે.   2015-16  દરમિયાન 16 અરબ નોટ નષ્ટ કરવામાં આવી હતી.  2012-2013માં જ્યારે ચલણમાં પાંચ લાખ નકલી નોટ પકડાઈ ત્યારે પણ રિઝર્વ બેંકે 14 અરબ નોટ નષ્ટ કરી હતી.  રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યુ, "અમારે માટે આટલી નોટોને નષ્ટ કરવી મુશ્કેલ કામ નથી. કારણ કે ખૂબ ઉચ્ચ ક્ષમતાવાળી મશીનો છે. જે નોટોને સહેલાઈથી નષ્ટ કરી શકે છે. આ બધી ઑટોમેટિક મશીનો છે. 
 
તેથી દેખીતુ છે કે 20 અરબ નોટ થોડાક જ દિવસોમાં નષ્ટ થઈ જશે. ભારતમાં વર્ષ 1861થી કાગળની મુદ્રાનુ ચલણ શરૂ થયુ. 1920ના દસકા સુધી ભારતીય નોટ ઈગ્લેંડમાં છપાતી હતી. રિઝર્વ બેંકે પૈસાની આપૂર્તિની શરૂઆત 1935થી કરી.