રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 2 માર્ચ 2017 (11:52 IST)

ગુરમેહર વિવાદ - નરમ પડ્યા BJP નેતાઓ, કોંગ્રેસે માંગ્યુ રિજિજૂનુ રાજીનામુ

કોંગ્રેસે સેનાના શહીદની પુત્રીની સાખ પર સવાલ ઉઠાવવા માટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂનુ રાજીનામુ માગ્યુ અને એબીવીપી પર વિદ્યાર્થીને દુષ્કર્મની ધમકી આપીને સૈન્ય બળોનુ અપમાન કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા મનપ્રીત બાદલે કહ્યુ, "ગુરમેહર કૌર પંજાબની પુત્રી નહી પણ ભારતની ગૌરવાન્વિત પુત્રી છે. કિરણ રિજિજૂનુ કામ તેમની રક્ષા કરવાનુ છે. કારણ કે સરકારે શહીદની પુત્રીનુ રક્ષણ કરવુ જોઈએ." 
 
તેમણે કહ્યુ, 'આના બદલે તેમની સાખ પર સવાલ કરવુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કિરણ રિજિજૂને જરાપણ શરમ હોય તો તેને તરત જ રાજીનામુ આપવુ જોઈએ.  કોંગ્રેસ નેતાએ કહ્યુ "આ એ સરકાર છે જે દેશને વહેંચી રહી છે. એઆઈસીસી મુખ્યાલયમાં પ્રેસ કોંફરેંસને સંબોધિત કરતા બાદલે કહ્યુ કે રાષ્ટ્રની સેવા કરવી પંજાબનો 5000 વર્ષનો ઈતિહાસ છે અને એક યુવતી સાથે સવાલ કરવો શહીદોની કુરબાની પર સવાલ કરવો છે.  બાદલે કહ્યુ કે એબીવીપીનો વ્યવ્હાર દેશના સૈન્ય બળો, દેશના શહિદો અને દેશની સંસ્કૃતિનું અપમાન છે. 
 
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારના રોજ કહ્યું કે શહીદની દીકરી કૌરને પોતાનો વિચાર રજૂ કરવાનો હક છે અને તેને ટ્રોલ કરવું ખોટું છે. મંત્રીના આ નિવેદનથી ભાજપા કેમ્પે આ મુદ્દા પર મૂડ બદલાયો છે તેવું લાગી રહ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.
 
ત્યારે આ મુદ્દા પર ટ્વીટ કરીને વિવાદને વધુ વકરાવનાર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજુએ પણ પોતાનું વલણ બદલ્યું છે. 26મી ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કરીને તેમણે પૂછયું તું કે ખબર નહીં, આ છોકરીનું મગજ કોણ પ્રદૂષિત કરી રહ્યું છે? ત્યારે રિજિજૂએ બુધવારના રોજ કહ્યું કે ગુરમેહરને રેપ અને જાનથી મારી નાંખવાની ધમકી મળવાની માહિતીથી અજાણ હતા. મંત્રીએ કહ્યું કે હું ચૂંટણી પ્રચારના કારણે મણિપુરમાં હતો અને મને તમામ વાતનો ખ્યાલ નહોતો. હું એ સ્ટુડન્ટની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સંપૂર્ણ સમર્થન કરું છું.
 
સહેવાગે પણ ટ્વીટરમાં લખ્યું કે દરેક વ્યક્તિને ડર્યા વગર પોતાનો વિચાર રજૂ કરવાનો હક છે. ગુરમેહર કૌર હોય કે પછી ફોગાટ બહેનો. એક્ટર અનુપમ ખેરે પણ કહ્યું કે શહીદની દીકરીનું સ્ટેન્ડ સાચું છે. એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેનું એક કહેવું યોગ્ય છે કે કોઇ નથી ઇચ્છતું કે જંગ થાય. સરહદો પર તૈનાત સૈનિક દેશની રક્ષા કરવા માટે છે, ગોળી ખાવા માટે નથી. તો બીજીબાજુ ક્રિકેટર ગૌતમ ગંભીર અને એક્ટ્રેસીસ વિદ્યા બાલન પણ ગુરમેહરના સમર્થનમાં ઉતરી.
 
વિદ્યા બાલને કહ્યું કે આપણે દરેક વ્યક્તિનું સમ્માન કરવાની ચોક્કસ જરૂર છે. હું ખાસ કોમેન્ટ કરવા નથી માંગતી પરંતુ મને લાગે છે કે દરેક વ્યક્તિને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાની આઝાદી હોવી જોઇએ. વિદ્યા બાલન સિવાય જાવેદ અખ્તર, પૂજા ભટ્ટ, વિશાલ ડડલાણી, ડાયરેકટર શિરીષ કુંદર જેવી કેટલીય ફિલ્મી હસ્તીઓએ ગુરમેહર કૌરના સપોર્ટમાં જોવા મળ્યા.
 
આખા વિવાદના કેન્દ્રમાં રહેલ વિદ્યાર્થી સંગઠન એબીવીપી એ પણ ડેમેજ કંટ્રોલની કોશિષ કરી. ખાલસા કોલેજની બહાર વિદ્યાર્થી સંગઠન આઇસાના સંગઠનનો બેરહમેથી મારવાના આરોપમાં બે સભ્યોને પાર્ટીની પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ કરીને એબીવીપી એ નરમ વલણના સંકેત આપ્યા.