ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 25 જાન્યુઆરી 2021 (12:26 IST)

Sikkim Clashes: નાકૂ લા માં ચીની સૈનિકોની ઘુસપેઠની કોશિશ, ભારતીય સૈનિકો સાથેની ઝડપમાં 20 ચીની સૈનિકો ઘાયલ

. પૂર્વ લદ્દાખથી દૂર, ચીને હવે અન્ય ક્ષેત્રોમાં પણ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે ચીની સૈનિકોએ સિક્કિમના નાકુ લામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને પક્ષે ઘર્ષણ થયું હતું. બંને પક્ષના સૈનિકોને ઈજાઓ પહોંચી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ સમગ્ર અથડામણમાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. નાકુ લા સેક્ટર ઉત્તર સિક્કિમના મુગુથાંગ દર્રાનીઆગળ છે. આશરે 19,000 ફૂટની ઊંચાઇ પર સ્થિત ચાઇના આ ક્ષેત્રને વિવાદિત માને છે. આટકી ઉંચાઇએ આવી ભીષણ ઠંડીમાં આવી ઘટના બતાવે છે કે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર બંને દેશો વચ્ચે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે એલએસી પર ભારતીય સૈનિકો કેટલા તૈયાર છે.
 
લદ્દાખમાં પણ સૈનિકોની સંખ્યા વધારી રહ્યુ છે ચીન 
પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તનાવને લઈને રવિવારે બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની નવમા રાઉન્ડની વાતચીત યોજાઈ હતી.  15 કલાક લાંબી વાટાઘાટમાં ભારતે ભાર મૂક્યો છે કે સંઘર્ષના ક્ષેત્રોમાં ડિસએંન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયા આગળ વધારવી તે ચીન પર છે.
જો કે, મંત્રણામાંથી હજી સુધી કોઈ સમાધાન મળ્યું નથી. LAC તરફથી બંને તરફ મોટી સંખ્યામાં સૈનિકો  ગોઠવાયેલા છે. તાજેતરના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વાટાઘાટામાં સહમત કરાર હોવા છતાં ચીન લદ્દાખમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે.
 
વિવાદની શરૂઆત આ રીતે થાય છે
ભારત-ચીન સરહદ પર સૈનિકો વારંવાર સામ સામે આવે છે. ઘણી વાર અથડામણ થાય છે પરંતુ શસ્ત્રોનો ઉપયોગ થતો નથી. ગયા વર્ષે જ્યારે સિક્કિમ અને પૂર્વ લદ્દાખમાં વિવાદ થયો હતો ત્યારે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.  તે સમયે  એક વિડિઓ બહાર આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
 
ડોકલામમાં થઈ ચુક્યો છે લાંબો વિવાદ 
 
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે એપ્રિલ-મે મહિનાથી ગતિરોધ ચાલુ છે. સિક્કિમ ક્ષેત્રની વાત કરીએ તો, અહીં 2017 માં, ડોકલામ ટ્રાઇ-જંકશન પર 73 દિવસ સુધી તનાવની સ્થિતિ રહી ચુકી છે. તે સમયે તણાવ એટલો વધી ગયો હતો કે યુદ્ધની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ પછી 2020 માં નાકુ લા પાસ નજીક તીવ્ર અથડામણ થઈ હતી. તે પહેલાં 5 મે, 2020 ના રોજ લદ્દાખમાં, પેંગોંગ તળાવના ઉત્તરી કાંઠે બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા.
 
કોઈ સમજૂતી માનતુ નથી ચીન 
 
2003 માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે એ સંમતિ બની હતી કે સિક્કિમ ભારતનુ છે અને ચીન તેના પર કોઈ દાવો નહી કરે.  બદલામાં ભારતે તિબ્બતને ચીનનો ભાગ માની લીધો હતો.  જઓ કે તેના એક વર્ષની અંદ જ જ ચીનના ઉપ-વિદેશ મંત્રીએ તત્કાલીન વિદેશ મંત્રીને કહ્યુ હતુ કે આ મુદ્દો હજુ ઉકેલાયો નથી. 1879 ની સિક્કિમ-તિબેટ સંધિમાં પણ સીમાંકન સંબંધિત સ્થિતિ સ્પષ્ટ છે. 1894 ના સિક્કિમ ગઝેટીઅર પણ નાકુ લાથી પસાર થતી સરહદનો ઉલ્લેખ કરે છે.