શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (10:36 IST)

India-Pakistan Tension LIVE Updates: વિંગ કમાંડર અભિનંદન આજે ભારત પરત આવશે, વાઘા બોર્ડર પર સ્વાગતમાં લોકોનો જોશ HIGH

કમાંડૅર અભિનંદન  (Pilot Abhinandan) ને શાંતિ પહેલ હેઠળ છોડવાની ગુરૂવારે જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી બાજુ કેટલાક કલાક પહેલા જ ભારતે તેમને કોઈપણ શરત વગર મુક્ત કરવાનો કડક શબ્દોમાં સંદેશ આપ્યો. પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan)એ સંસદમાં એક સંયુકત સત્રને સંબોધિત કરતા એલાન કર્યુ હતુ કે ભારતીય વાયુસેનાના પકડાયેલા પાયલોટ અભિનંદનને શુક્રવારે મુક્ત કરવામાં આવશે.   પાકિસ્તાની સાંસદોએ ટેબલ થપથપાવીને આ જાહેરાતનુ સ્વાગતકર્યુ. આ પહેલા તેમના વિદેશ મંત્રીએ કહ્યુ કે ખાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ફોન પર શાંતિ વાર્તા કરવા માંગે છે.  જો કે ભારત પાક્સિતાન સાથે વાત કરવાના મૂડમાં લાગતુ નથી. ભારતે કહ્યુ કે તે ઈસ્લમાબાદથી પહેલા આતંકવાદ પર કાર્યવાહી ઈચ્છે છે. નવી દિલ્હીએ  આ સ્પષ્ટ કર્યુ કે અભિનંદન પર કોઈ સૌદેબાજી કરી શકાતી નથી. 
 
 
- સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે વિંગ કમાંડર અભિનંદન આજે બપોરે 12 વાગ્યા સુધી ભારતમાં દાખલ થશે. જો કે. મીડિયા રિપોર્ટ્સ છે કે પાકિસ્તાને તેમને ભારતને સોંપતી વખતે અને ઘટનાક્રમની માહિતી અત્યાર સુધી ભાર્તીય અધિકારીઓને આપી નથી. 
 
- વાઘા બોર્ડર પર અભિનંદનના સ્વાગત માટે લોકોનુ ટોળુ ઉમડી પડ્યુ છે. લોકો તેમના સ્વાગત માટે કંઈક આ રીતે તૈયાર છે. સાથે જ કડક સુરક્ષા પણ ગોઠવાઈ છે. 
 
- સૂત્રો મુજબ સરકારી સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે વાઘા બોર્ડર પર કમાંડર અભિનંદનના સ્વાગત માટે વાયુ સેનાના કેટલાક અધ્હિકારી પણ હાજર રહેશે. વિંગ કમાંડૅરના માતા-પિતા અહી તેમને લેવા પહોંચી રહ્યા છે. તેઓ અમૃતસરથી નીકળી ચુક્યા છે. 
 
ભારતમાં હાર્દિક અભિનંદન 
 
વિંગ કમાંડૅર અભિનંદન આજે ભારતમાં પાછા ફરશે. આ પહેલા એક ફરિયાદ મળી હતી. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી હતી. જ્યા વિંગ કમાંડરના અપમાનજનક વીડિયોને પાક્સિતાન તરફથી યૂટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. અમે યુટ્યુબને નોટિસ મોકલી અને તેમને આવા 11 વીડિયો હટાવી દીધા - રવિશંકર 
 
અમેરિકાએ ભારતીય પાયલોટની છોડ્વાના નિર્ણયનુ કર્યુ સ્વાગત 
 
અમેરિકાએ ભારતીય વાયુસેનાના પાયલોટ વિંગ કમાંડૅર અભિનંદન વર્તમાનને ભારતને સોંપવાના પાકિસ્તાનના નિર્ણયનુ ગુરૂવારે સ્વાગત કર્યુ. અભિનંદન આ સમયે પાક્સિતાનની ધરપકડમાં છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંસદના સંયુક્ત સત્રમાં ગુરૂવારે અચાનક જાહેરાત કરી કે શાંતિની પહેલ કરતા અભિનંદનને શુક્રવારે મુક્ત કરવામાં આવશે.  પાકિસ્તાને નિયંત્રણ રેખાની પાસે બંને પક્ષોની વાયુસેનાઓ વચ્ચે મુઠભેડ પછી બુધવારે અભિનંદનને એ સમયે પકડી લીધો હતો જ્યારે તેમનુ મિગ 21 લડાકૂ વિમાન પડી ગયુ હતુ.