શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (15:13 IST)

ભારતમાં 7.82 ટકા ઘટી ગઈ હિન્દુઓની વસ્તી, મુસ્લિમોની 43.15 ટકા વધી

hindu muslim population
hindu muslim population
પ્રધાનમંત્રીને સલાહ આપનારી ઈકોનોમિક એડવાયજરી કાઉંસિલે ખૂબ મહત્વના આંકડા રજુ કર્યા છે. કાઉંસિલ તરફરી રજુ કરવામાં આવેલ એક વર્કિગ પેપર મુજબ ભારતમાં 1950 પછી હિન્દુઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે.  બીજી બાજુ મુસ્લિમોની વસ્તીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. નેપાળ અને મ્યાનમારમાં પણ મોટાભાગના વસ્તીમાં ઘટાડાનો આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જો કે, 38 ઇસ્લામિક દેશોમાં મુસ્લિમોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે. ચાલો આ આંકડાઓને સરળ ભાષામાં સમજીએ.
 
હિન્દુઓની સંખ્યા ઘટી 
ઈકોનોમિક એડવાયજરી કાઉંસિલની રિપોર્ટ મુજબ ભારતમાં વર્ષ 1950 થી 2015 ની વચ્ચે હિન્દુઓની વસ્તી 7.82 ટકા ઘટી ગઈ છે. આ દરમિયાન મુસ્લિમોની વસ્તીમાં  43.15 નો વધારો નોંધવામાં આવ્યો છે. સહેલી ભાષામાં સમજીએ તો 1951 મા થયેલી જનગણના મુજબ ભારતમાં હિન્દુ 84.10 ટકા હતા. જો કે 2015માં હિન્દુઓની ભાગીદારી 77.52 ટકા પર આવી ગઈ. આ દરમિયાન હિન્દુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ 1951 માં ભારતમાં મુસ્લિમોની સંખ્યા 9.80 ટકા હતી. 2015માં આ સંખ્યા વધીને 14.02 ટકા થઈ ગઈ. 1951-2015 ની વચ્ચે મુસ્લિમ વસ્તીમાં 43.15 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
 
ભારતમાં પાંગરી રહ્યા છે અલ્પસંખ્યક 
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં લઘુમતીઓ સુરક્ષિત છે અને સારી રીતે વિકાસ પામી રહ્યા છે. ભારતમાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ શીખ અને ખ્રિસ્તી ધર્મના લોકોની પણ વસ્તી વધી છે. રિપોર્ટ અનુસાર દેશમાં શીખોની વસ્તીમાં 6.58 ટકા અને ખ્રિસ્તી વસ્તીમાં 5.38 ટકાનો વધારો થયો છે. જોકે, દેશમાં પારસી અને જૈન ધર્મના લોકોની વસ્તીમાં ઘટાડો થયો છે.
 
મુસ્લિમ દેશોમાં જુદો છે ટ્રેંડ 
કોઈ મુસ્લિમ બહુલ દેશમાં વસ્તીમાં પરિવર્તનનો ટ્રેંડ થોડો જુદો છે. રજુ કરવામાં આવેલી રિપોર્ટ મુજબ 38 મુસ્લિમ બહુલ દેશોમાં મુસલમાનોની ભાગીદારી વધી છે.