શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :રાયપુર. , ગુરુવાર, 5 મે 2022 (15:09 IST)

હવા ભરતી વખતે ટાયર થયુ બ્લાસ્ટ, બોલની જેમ 10 ફીટ ઉછળી ગયા 2 વ્યક્તિ, પડતા જ મોત, વીડિયો વાયરલ

JCB
જો તમે કોઈ વાહનના પૈડામાં હવા ભરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. એક નાનકડી બેદરકારી તમારો જીવ લઈ શકે છે. ટાયરમાં હવા ભરવા દરમિયાન ટાયર અચાનક બ્લાસ્ટ થયુ. જેનાથી બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. છત્તીસગઢની રાજઘાની રાયપુરના ઔધોગિક ક્ષેત્ર સિતલતરાના ઘનકુલ સ્ટીલ ઉદ્યોગની બહાર બે લોકો ટાયરમાં હવા ભરી રહ્યા હતા. એક વ્યક્તિ ટાયરની ઉપર બેસ્યો હતો. ઘણા  સમયથી મશીનથી હવા ભરી રહ્યો હતો. 

 
ટાયરમાં હવાના દબાણ હોવાનો અંદાજ તેના પર બેસેલ વ્યક્તિને ન થયો અને તે સતત હવા ભરતો જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનો એક સહયોગી ટાયરની હવા ચેક દેશી સ્ટાઈલમાં આવીને કરે છે. પહેલા ટાયરને રોડથી મારે છે અને પછી તેને દબાવવા માંડે છે. ત્યારે અચાનક ટાયર બ્લાસ્ટ થઈ જાય છે.  બ્લાસ્ટ થતા જ બંને વ્યક્તિ લગભગ 10 ફુટ ઉપર બોલની જેમ ઉછળી જાય છે અને પછી પડવાને કારણે ઘટના સ્થળ પર જ બંનેનુ મોત થઈ જાય છે.  આ સમગ્ર ઘટના ઘનકુલ સ્ટીલ નામની ફેક્ટરીમાં થયો. ઘટના મંગળવારે બપોરે બની હોવાનુ જાણવા મળ્યુ છે. જેસીબીના ટાયરમાં હવા ભરવામાં આવી રહી હતી. બંને યુવક મઘ્યપ્રદેશના રીવાના રહેનારા હોવાનુ જાણવા મળ્યુ છે.