શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :બેંગલુરૂ , શનિવાર, 12 મે 2018 (16:47 IST)

કર્ણાટક ચૂંટણી - યેદિયુરપ્પાના 150 સીટના જીતના દાવા પર સિદ્ધારમૈયાએ દિમાગી રીતે બીમાર ગણાવ્યા

. કર્ણાટકમાં 222 વિધાનસભા સીટ પર વોટિંગ ચાલુ છે. રાજ્યમાં બપોરે ત્રણ વાગ્યા સુધી 56 ટકા વોટિંગ થયુ. જ્યા વોટિંગ પૂર્ણ જોશથી થઈ રહ્યુ છે. તો બીજી બાજુ નેતાઓની જુબાની જંગ પણ ચાલુ છે.  
 
બીજેપીના સીએમ કૈડિડેટ બીએસ યેદિયુરપ્પાના 150 સીટના જીતના દાવા પર વર્તમાન સીએમ સિદ્ધારમૈયારે સવાલ ઉઠાવ્યો છે. સિદ્ધારમૈયાનુ કહેવુ છે કે યેદિયુરપ્પા દિમાગી રૂપે બીમાર છે અને 150 વિધાનસભા સીટ જીતવાનો દાવો કરી રહ્યા છે. 
સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે કર્ણાટકમાં એકવાર ફરીથી કોંગ્રેસ સત્તામાં આવશે અને બહુમતથી આવશે. કોંગ્રેસ 120 સીટ જીતશે અને તેમની ખુદની બે સીટો (બદામી અને ચામુંડેશ્વરી) પર જીત નક્કી છે. જ્યારે તેમને આ પૂછવામાં આવ્યુ કે તે ચૂંટણીને લઈને નર્વસ છે. તો તેમણે કહ્યુ કે શુ કોઈને એવુ લાગે છે.  તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને ચૂંટણી જીતવાને લઈને આશ્વસ્ત પણ. 
 
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી ફરીથી સત્તામાં કમબેક કરશે અને હ્જુ ફરીથી સત્તામાં આવીશ. સિદ્ધરમૈયાએ કહ્યુ કે બીજેપી કોઈપણ કિમંત પર સત્તામાં નહી આવે. આ દરમિયાન જ્યારે સિદ્ધારમૈયા સાથે અમિત શાહને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે અમિત શાહ એક કૉમેડી શો છે. 
 
સરકાર બનાવવાનુ સપનુ જોઈ રહી છે બીજેપી 
 
બીજી બાજુ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યુ છે કે અમને ખુદપર વિશ્વાસ છે. બીજેપી 60-70થી વધુ સીટ નહી જીતી શકે.  150 તો ખૂબ દુરની વાત છે. તેઓ (યેદિયુરપ્પા) ફક્ત સરકાર બનાવવાનુ સપનુ જ જોઈ રહ્યા છે.