કેરળની કોચીન યુનિવર્સિટીમાં ભગદડ: 4 વિદ્યાર્થીઓના મોત, 60 ઘાયલ; એન્યુઅલ ફંક્શનમાં ભીડ વધી, વરસાદ પડતા અફરાતફરી
કેરળની કોચીન યુનિવર્સિટીમાં ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે શનિવારે (25 નવેમ્બર) કોચીન યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા અને 60 ઘાયલ થયા હતા. મૃતકોમાં 2 છોકરા અને 2 છોકરીઓનો સમાવેશ થાય છે.
આ ઘટના યુનિવર્સિટીના એન્યુઅલ ફંક્શન દરમિયાન બની હતી. જ્યોર્જે કહ્યું- ચાર લોકોને મૃતક કલામાસેરી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા હતા.
કેવી રીતે થયો અકસ્માત?
આ ઇવેન્ટ ઓપન એર સ્ટેડિયમમાં ચાલી રહી હતી. નિખિતા ગાંધીનું ગીત શરૂ થયા પછી ભીડ વધી ગઈ કારણ કે વિદ્યાર્થીઓ સિવાય કેટલાક બહારના લોકો પણ કેમ્પસમાં આવ્યા હતા. આ દરમિયાન જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે લોકો નજીકના ઓડિટોરિયમમાં પહોંચ્યા, જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. ઇજાગ્રસ્તોને કલામાસેરી મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બે લોકોની હાલત ગંભીર
ન્યૂઝ વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, જિલ્લા કલેક્ટર એનએસકે ઉન્મેશે જણાવ્યું કે ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. ઘટનાને જોતા અમે શહેરની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. હાલ મૃતકોની ઓળખ થઈ નથી.