સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 માર્ચ 2018 (10:59 IST)

Rajya Sabha Election LIVE: બસપા MLA અનિલ સિંહ બોલ્યા-અંતરાત્માની અવાજ પર BJPને આપીશ વોટ

રાજ્યસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત બધા રાજ્યોમાં વોટિંગ શરૂ થઈ ગઈ છે. યૂપીમાં રાજ્ય સભાની 10મી સીટ માટે બીજેપી અને સપા-બસપા વચ્ચે ખૂબ જોર અજમાઈશ થઈ રહી છે.  ક્રોસ વોટિંગની અટકળો વચ્ચે સપા નેતા શિવપાલ યાદવે કહ્યુ કે સમાજવાદી પાર્ટીનો કોઈ ધારાસભ્ય નહી તૂટે. બીજી બાજુ બીજેપી નેતા શ્રીકાંત શર્માએ કહ્યુ કે બીજેપીના બધા 9 ઉમેદવાર જીતશે. જો કે સપા નેતા રામ ગોપાલ યાદવે પણ કહ્યુ કે કોઈ ક્રોસ વોટિંગ નહી થાય. પણ બીજેપી ધારાસભ્ય અમારા પક્ષમા મતદાન કરશે. 
 
- જો કે આ ચૂંટણીમાં બીજેપીના અનેક સભ્યો પહોંચ્યા પછી પણ રાજ્યસભામાં બીજેપી બહુમતથીદૂર જ રહેશે. બીજી બાજુ કોંગ્રેસની શક્તિમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. 
 
-16 રાજ્યોની કુલ 58 સીટ પર શુક્રવારે રાજ્યસભા ચૂંટણી થવાની છે. 58 સીટોમાંથી 25 સીટ પર શુક્રવારે વોટિંગ છે. બાકી 33 સીટો પર એક જ ઉમેદવાર હોવાને કારણે તેમની ચૂંટણી 15 માર્ચના રોજ જ થઈ ચુકી છે. 
 
- બસપા MLA અનિલ સિંહે કહ્યુ - અંતરાત્માની અવાજ પર વોટ નાખીશ. મહારાજજી(યોગી આદિત્યનાથ)ને વોટ આપીશ. 
 
- બેંગલુરૂમાં પણ રાજ્ય સભા માટે વોટ નાખવામાં આવી રહ્યા છે. 
 
- છત્તીસગઢ વિધાનસભામાં રાજ્યસભા માટે વોટિંગ ચાલુ 1 સીટ પર થશે ચૂંટણી. 
 
- ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યાએ બીજેપીના 9 ઉમેદવારોન રાજ્યસભા ચૂંટણીમાં જીતવાનો દાવો કર્યો છે. મોર્યાએ કહ્યુ કે યૂપીથી બીજેપીના 9 ઉમેદવાર રાજ્યસભા જશે. 
 
- યૂપીમાં રાજ્યસભા માટે પ્રથમ વોટ સપાના શિવપાલ યાદવે નાખ્યો. 
- બસપાના 17 ધારાસભ્યોએ વોટ નાખ્યો 
- બસપા ધારાસભ્ય વંદના સિંહે લાલજી વર્માને બતાવીને વોટ આપ્યો 
- કોંગ્રેસના પણ 7 ધારાસભ્યોએ મતદાન કર્યુ. 
-સપા ધારાસભ્ય રામગોવિંદ ચૌધરીએ બસપાને વોટ આપ્યો 
- બસપાના અનિલ કુમાર હજુ સુધી વોટ આપવા પહોંચ્યા નથી 
- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં કોંગ્રેસ નેતાઓ સાથે કરી મુલાકાત. 
- પશ્ચિમ બંગાળમાં પણ રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ શરૂ થઈ ગયુ છે. બંગાળથી રાજ્યસભા માટે 5 સભ્ય પસંદગી પામ્યા છે. 
 
પાર્ટી ધારાસભ્યોને મળ્યા CM યોગી 
 
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારની સવારે પાર્ટી ધારાસભ્યો સાથે મુલાકાત કરી. તેમની સાથે ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા પણ સાથે હતા. બીજેપી નેતા સિદ્ધાર્થનાથ સિંહ અને શ્રીકાંત શર્માએ કહ્યુ કે યૂપી રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષ ફંસાયેલો છે. અમારા બધા 9 ઉમેદવાર જીતશે અને પ્રથમ નંબર પર રહેશે.