ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (12:26 IST)

બેદરકારીની ભેટ ચઢ્યા 4 માસુમ બાળકો ! કમલા નેહરુ હોસ્પિટલમાં વર્ષોથી ઠપ્પ પડ્યા હતા ફાયર હાઈડ્રેટ, બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટ પણ નથી

ભોપાલના કમલા નેહરુ હોસ્પિટલની બિલ્ડિંગમાં સંચાલિત હમીદિયા હોસ્પિટના પીડિયાટ્રિક વોર્ડમાં સોમવારે લાગેલી આગનુ કારણ શોર્ટ સર્કિટ બતાવાય રહ્યુ છે. હમીદિયા હોસ્પિટલ કૈપસમાં આગ લાગવાની આ ઘટના બિલ્ડિંગના ત્રીજા માળ પર આવેલ પીડિયાટ્રિક વિભાગમાં થઈ છે.  બીજી બાજુ તાજી માહિતી મુજબ આગ લાગવાની આ ઘટનામાં અત્યાર સુધી ચાર બાળકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે મીડિયાને જણાવ્યુ કે વોર્ડમાં 40 બાળકો હતાૢ જેમાથી 36 સુરક્ષિત છે. દરેક મૃતકના માતા-પિતાને 4 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. 
 
 
સમગ્ર ફ્લોર પર થોડી જ વારમાં ધુમાડો જ ધુમાડો થઈ ગયો. પરિસ્થિતિ એ હતી કે કશુ જ દેખાતુ નહોતુ. જોકે સૂચના મળ્યા પછી ઘટના સ્થળ પર પહોંચેલી અગ્નિ શમન ગાડીઓએ 15 મિનિટમાં આગ પર ખૂબ જ મુશ્કેલીથી કાબુ મેળવી લીધો હતો. હોસ્પિટલના સ્ટાફ તરફથી મળેલી માહિતી મુજબ આગ એનઆઈસીયૂમાં શોર્ટ સર્કિટને કારણે લાગી. જ્યા આખા વોર્ડનુ નામ માત્રન આ ફાયર એસ્ટિગ્યુસરના ભરોસે છે. ફાયર નોર્મસના મુજબ એક્ઝિટ ગેટ પણ નથી. 21 વર્ષ જૂની બિલ્ડિંગમાં ફાયર હાઈડ્રેટ લાગ્યા છે. પણ આટલા લાંબા સમયથી રિપેયર ન થવાથી ઠપ્પ પડ્યા છે. 
 
40થી 50 ઓક્સીજન સિલેંડર અને અન્ય ઉપકરણ મંગાવાયા
 
આ જ કારણ છે કે આગ ઝડપથી ફેલાઈ. આગના કારણે એનઆઈસીય અને વોડ ધુમાડાથી ભરાય ગયો. સ્થિતિ એ હતી કે લોકો એક બીજાને જોઈ પણ શકતા નહોતા. જેને કારણે બાળકોને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ કેટલાક લોકોને હોસ્પિટલના આંગણમાં જ ટ્રામા સેંટરમાં દાખલ કરવામાં આવ્યા. સમાચાર મુજબ જે ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગી છે, તેને જલ્દી જ એક નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાના હતા, પણ એ પહેલા જ આ દુર્ઘટના થઈ ગઈ. 
 
 
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યુ કે આગ લાગવા પછી વીજળીની આપૂર્તિ બંધ કરવાને કારણે હોસ્પિટલના અન્ય બાળકોના વોર્ડના જીવન રક્ષક ઉપકરણ બંધ થઈ ગઈ. જેમા બેટરી બૈકપ ખતમ થયા પછી કેટલાક વેંટીલેટરે પણ કામ કરવુ બંધ કરી નાખ્યુ, જ્યારબાદ વેંટીલેટર પર રહેનારા બાળકોને અંબુબૈગથી ઓક્સીજન આપવી પડી. પછી આ બાળકોને પણ બીજા માળ પર સ્થિત સર્જરી વોર્ડમાં શિફ્ટ કરવા પડ્યા. આ માટે તરત સ્ટોરથી 40 થી 50 ઓક્સીજન સિલેંડર અને અન્ય ઉપકરણ મંગાવ્યા. આગ ઓલવવા માટે બીજા વિસ્તારના ફાયર બિગ્રેડ અને ડોક્ટરોની ટીમો બોલાવાઈ. આગ ઓલવ્યા પછી પણ અધિકારી કંઈક બતાવવા તૈયાર નહોતા. કારણ કે અંદર ધુમાડો ભરાયેલો હતો. બીજી બાજુ હોસ્પિટલની બહાર બાળકોના પરિજનો પરેશાન થતા રહ્યા. અનેક મહિલાઓ રડતી જોવા મળી. તેઓ પણ રાહ જોઈ રહી હતી કે ધુમાડો હટે તો અંદરના સમાચાર મળે.