શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (14:46 IST)

પરિવારમાં જન્મી પુત્રી તો બૈતૂલમાં પંપ માલિકે ફ્રી માં વહેંચ્યુ પેટ્રોલ, ત્રણ દિવસ ચલાવી સ્કીમ

પેટ્રોલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં, જો પેટ્રોલ પંપ માલિક મફત પેટ્રોલ વહેંચવાનું શરૂ કરે તો તમે શું કહેશો? આવું જ કંઈક મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં થયું છે. અહીં, રાજેન્દ્ર સૈની નામના પેટ્રોલ પંપ માલિકે પોતાના પરિવારમાં દીકરી જન્મવાની ખુશીમાં લોકોને મફત પેટ્રોલ વહેંચ્યું. તેમણે 13 થી 15 ઓક્ટોબર, ત્રણ દિવસ સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 સુધી પાંચથી 10 ટકા વધારાનું પેટ્રોલ આપવાની યોજના શરૂ કરી.
 
મૂક બધિર ભત્રીજીની ત્યા જન્મી સંતાન 
 
બેતુલના પંપ સંચાલક  રાજેન્દ્ર સૈનાની (રાજુ) ના મોટા ભાઈ સ્વ.ગોપાલદાસ સૈનાનીની પુત્રી શિખા જન્મથી જ બહેરી છે. ઘણા વર્ષો પહેલા શિખાના પિતા ગોપાલદાસનું બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારથી જ રાજેન્દ્ર સૈનાનીએ જ શિખાની સંભાળ લીધી હતી. તેમણે ધામધૂમથી તેના લગ્ન કર્યા. ઝાબુઆમાં પરણેલી શિખાનો પતિ પણ બહેરો છે અને ભોપાલમાં કામ કરે છે. 9 ઓક્ટોબરે શિખાએ બેતુલની એક ખાનગી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે બહેરા-મૂંગા દંપતીના ખોળામાં કિલકારી પડઘો પડ્યો ત્યારે સમગ્ર પરિવારમાં ઉજવણીનું વાતાવરણ ઉભુ થયુ.
 
ચલાવી અનોખી યોજના 
 
આ ખુશીને બમણી કરવા માટે, સૈનીએ તેના બેતુલના ઇટારસી રોડ પેટ્રોલ પંપ પર જાહેરાત કરી કે ગ્રાહકોને ત્રણ દિવસ માટે વધારાનું પેટ્રોલ મફત આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ગ્રાહકો 100 રૂપિયાના પેટ્રોલ પર 5 ટકા અને 200 થી 500 રૂપિયાના પેટ્રોલ પર 10 ટકા વધારાનો લાભ મેળવી શકે છે. લોકો સૈનાનીના આ પગલાની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે.