1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (10:43 IST)

Maharashtra: મુંબઈ-ગોવા હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 9 લોકોના મોત

road accident
મહારાષ્ટ્રના રાયગઢથી ગુરૂવારે સવારે જ એક ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અહી એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ. જેમા નવ લોકોના મોત થયા છે. 
 
પોલીસના મુજબ  આ દુર્ઘટના મુંબઈથી 130 કિમી દૂર રાયગઢના રેપોલી ગામમાં સવારે 4.45 વાગે થઈ. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બધા લોકો સંબંધી હતા અને રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. બીજી બાજુ સામેથી આવી રહેલી ટ્રક મુંબઈ જઈ રહી હતી. 
 
મૃતકોમાં એક નાનકડી બાળકી, ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષ સામેલ છે. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ અને ચાર વર્ષની એક ઘાયલ યુવતીને મનગામના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધી ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.