રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 25 જુલાઈ 2018 (15:08 IST)

Mumbai bandh LIVE updates - મરાઠા આરક્ષણ આંદોલન કારીઓએ બ્લૉક કર્યું મુંબઈ ગોવા હાઈવે, મરાઠા આરક્ષણ આંદોલન થયું હિંસક

માનખુર્દમાં બસ સળગાવી પથરાવ 
નવી મુંબઈમાં હિંસલ થયા પ્રદર્શનકારી બસ પર પથરાવ 
શિવસેના વિધાયકની સાથે પ્રદર્શનકારીની બદસલૂકી 
ઠાણેમાં સરકારી બસ પર પથરાવ 
પ્રદર્શનકારીઓએ પાડોશી ઠાણે જિલ્લાના વાગ્લે એસ્ટેટ ક્ષેત્રમાં પણ સરકારી પરિવહન પર પથરાવ કર્યું. તેને તીન હાથ નાકા જંકશન સાથે ઘણા રસ્તા રોકી દીશા જેના કારણે મુંબઈ જતી રોડ પર ભીષણ જામ લાગી ગયું. 
 
અહમદનગરમાં થયું ઉગ્ર પ્રદર્શન 
મરાઠા આરક્ષણ આંદોલન કારીઓએ બ્લૉક કર્યું મુંબઈ ગોવા હાઈવે 
મુંબઈના કાજુર રોડ અને ભાઈપમાં BEST ની બે બસો પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો.
મરાઠા ક્રાંતિ મોરચાના લોકોએ ઠાણેમાં ટ્રેન રોકીને પ્રદર્શન કર્યુ.


 









 




 
શિંદેની આત્મહત્યાને કારણે મરાઠાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટનામાં દેખાવકારીઓ બેકાબૂ બનતા તેમણે પોલીસ પર હુમલો કરી દીધો હતો જેના પગલે ભાગદોડ થઈ અને તેમાં મહારાષ્ટ્ર પોલીસના એક હેડ કૉન્સ્ટેબલનું મૃત્યું થયું છે.
આ બધાની વચ્ચે મુંબઇમાં સવારે કેટલીક જગ્યાઓએ બેસ્ટ બેસ્ટ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો,

મરાઠા સંગઠનો તરફથી આજે મહારાષ્ટ્ર બંધનુ આયોજન કરવામાં આવ્યુ છે. અનેક સ્થાન પર આંદોલને હિંસક રૂપ ધારણ કર્યુ છે. ઠાણેના માજેવાડા બ્રિઝ પર ટાયર સળગાવીને વિરોધ કરવામાં આવ્યો. અહી બળજબરીપૂર્વક દુકાનો બંધ કરવામાં આવી. મરાઠા ક્રાંતિ મોરચાના લોકોએ ઠાણેમાં ટ્રેન રોકીને પ્રદર્શન કર્યુ. બુધવારે મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તા દુકાનદારો સામે હાથ જોડીને પ્રતિષ્ઠાન બંધ રાખવાની અપીલ કરતા જોવા મળ્યા.  મુંબઈના કાજુર રોડ અને ભાઈપમાં BEST ની બે બસો પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો. પ્રભાવિત વિસ્તારમાં BEST એ પોતાની સેવાઓ થોડીવાર માટે રોકી દીધી છે. 
પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એક કૉન્સ્ટેબલનું મોત થઇ ગયુ છે જ્યારે અને નવ ઘાયલ થયા છે. આ બધાની વચ્ચે મુંબઇમાં સવારે કેટલીક જગ્યાઓએ બેસ્ટ બેસ્ટ બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.
 
દેવગાંવ રંગરીના રહેવાસી એક ખેડૂતે ઔરંગાબાદ ગ્રામીણ વિસ્તારમાં ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિષ કરી. ખેડૂતનું નામ જગન્નાથ સોનાવણે (50) છે. કહેવાય છે કે તેમનું ખેતર એ પુલની નજીક હતું જ્યાં આંદોલન ચાલી રહ્યું હતું. જગન્નાથના પરિવારનો દાવો છે કે તેમને મરાઠા અનામત આંદોલનના લીધે જીવ આપવાની કોશિષ કરી જ્યારે ઔરંગાબાદ એસપી આરતી સિંહે કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઇ નથી કે આ મામલો આંદોલન સાથે જોડાયેલો હતો કે નહીં.
 
એક બીજા ખેડૂત જયેન્દ્ર સોનવણે (28) એ શિવના નદીની પાસે કૂદીને આત્મહત્યા કરવાની કોશિષ કરી. તેમને બંને પગમાં કેટલાંય ફ્રેકચર થઇ ગયા છે. બીડમાં પોતાની માંગણીઓ સાથે મામલતદાર પાસે પહોંચી શિષ્ટમંડળના બે સભ્યોએ છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસ તેને રોકવામાં નિષ્ફળ રહી. બીજીબાજુ લાતુરના શિવાજી ચોક પર એક મરાઠા યુવકે પોતાના પર પેટ્રોલ છાંટવાની કોશિશ  કરી.