ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 27 જાન્યુઆરી 2021 (15:42 IST)

Farmers Protest Violence : 200ની ધરપકડ, 22 FIR, શાહની મોટી બેઠક, ખેડૂત નેતાઓ પર કડક એક્શન

દિલ્હી પોલીસે મંગળવારે રાજધાનીમાં થયેલ હિંસા મામલે 22 એફઆઈઆર નોંધાવ્યા છે.પોલીસ તરફથી અનેક ખેડૂત નેતાઓ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીના પોલીસ કમિશન્ર એસએન શ્રીવાસ્તવ રાજધાનીમાં થહ્યેલ હિંસાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે પોલીસ ખેડૂત નેતાઓના વિરુદ્ધ શિકંજો કસવાની તૈયારીમાં છે.  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે દિલ્હી પોલીસ આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કૉન્ફ્રેંસ કરી સમગ્ર મામલાની માહિતી આપશે. દિલ્હીમાં મંગળવારે હજારોની સંખ્યામાં ખેડોતોની ટ્રેક્ટર પરેડ નીકળી હતી. પણ થોડી જ વારમાં રાજધાનીના માર્ગ પર હિંસા ફેલાય ગઈ. 
 
રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ FIR
 
દિલ્હીમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને સ્વરાજ ઈંડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જુદા જુદા પોલીસ મથકોમા નેતાઓના નામથી કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકો વિરુદ્ધ ગાજીપુર, પાંડવ નગર અને સીમાપુરી પોલીસ મથકમાં કેસ નોંધાયો છે. ઈસ્ટર્ન રૈંજના જોઈંટ કમિશ્નરે આ વિશે કન્ફર્મ કર્યુ છે. પોલીસ પર જ્યા જ્યા હુમલો થયો છે, મોટાભાગના કેસ ત્યા જ  નોંધાયા છે. 
 
 
300થી વધુ પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ 
 
અનેક સ્થાનો પર પ્રદર્શનકારીઓએ પોલીસના બૈરીકૈડ્સને તોડી નાખ્યા. પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઝડપ કરી. વાહનોમાં તોડ ફોડ કરી અને લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ લગાવી દીધો હતો. અધિકારીએઓ જણાવ્યુ કે દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ  દરમિયાન થયેલ હિંસાના સંબંધમાં અત્યાર સુધી 22 એફઆઈઆર નોંધાવ્યા છે.હિંસામાં 300થી વધુ પોલીસ કર્મચારી ઘાયલ થઈ ગયા હતા. 
 
ગૃહ મંત્રાલયને રિપોર્ટ જલ્દી સોંપવાનો આદેશ 
 
સંસ્કૃતિ અને પર્યટન મંત્રીએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ સાથે લાલ્ કિલ્લાનુ નીરીક્ષણ કર્યુ. તેમણે ગૃહ મંત્રાલયને રિપોર્ટ જલ્દીથી જલ્દી સોંપવાનો આદેશ આપ્યો છે. જેથી આરોપીઓ પર જલ્દી એફઆઈઆર નોંધી શકાય. 
 
એક હજારથી વધુ ટ્વિટર હૈંડલની ઓળખ 
 
સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે સેલ એ 1 હજાર થી વધુ ટ્વિટર હૈડલની ઓળખ કરી. જેમણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી ગઈકાલની ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમા અનેક મોટા  નામ પણ સામેલ છે.