બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (09:33 IST)

મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા

મોદી સરકારના કેબિનેટનું રવિવારે વિસ્તરણ થવાનું છે. આજે સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મંત્રીમંડળમાં ફેરબદલને લઈને બીજેપીમાં સતત બેઠકોનો દોર શનિવારે આખો દિવસ ચાલ્યો હતો. શનિવારે દિવસભર અમિત શાહના ઘરે નેતાઓનું આવવુ-જવું ચાલુ જ રહ્યુ હતુ. આ વચ્ચે રાત્રે બીજેપીના 9 નેતાઓના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં આ નેતાઓને જગ્યા મળી શકે છે. જોકે, પાર્ટી તરફથી આ નામો પર મહોર લાગી નથી. આ 9 નામોમાં સહયોગી દળોના કોઈ નેતાનું નામ સામેલ નથી.
 
સૂત્રોની જાણકારી મુજબ નિર્મલા સિતારમન કેબિનેટ મંત્રી બની શકે છે તથા વિરેન્દ્ર સિંહ, અનંત હેગડે, આરકે સિંહ, હરદીપસિંહ પૂરી, ગજેન્દ્ર શેખાવત, વિરેન્દ્ર કુમાર, સત્યપાલ સિંહ, અલ્ફોંસ કન્નનથનમ, અશ્વિનિકુમાર ચૌબે, શિવ પ્રતાપ શુક્લા મોદી કેબિનેટના સંભવિત મંત્રી બની શકે છે
.webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે