1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:55 IST)

MP: એમ્બ્યુલન્સનો ગંભીર અકસ્માત- ગર્ભવતી મહિલા સાથે બે અન મોત

જબલપુરના નેશનલ હાઈવે-30 પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ધડાકાભેર એમ્બ્યુલન્સ અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલક સહિત ત્રણ લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા છે. 
 
જેમાં સગર્ભા મહિલા, મહિલાનો પતિ અને સાસુ ગંભીર રીતે ઘાયલ છે. ત્રણેયની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ છે.
 
આ ઘટના બુધવારની મોડી રાત્રે થયો હતો, જેમાં બુધવારે મોડી રાત્રે પનગર રૂદ્રાક્ષ ઢાબા સામે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક (MP 04 HE 6134) ઢાબાની સામે પાર્ક થયેલી હતી.. બુધવારે મધ્યરાત્રિએ કટની બાજુથી આવી રહેલી જનની એક્સપ્રેસ (MP34 D-2786) પાછળથી ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગઈ હતી. જનની એક્સપ્રેસ(એમ્બ્યુલન્સ)ની સ્પીડ અત્યંત વધુ હતી, જેના કારણે વાહનનો આગળના ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
 
મધ્યપ્રદેશમાં જબલપુરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં જીવ બચાવનરી એમ્બ્યુલન્સ જીવ ગુમાવવાનું વાહન બની હતી. આ અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા સહિત ચાર લોકોના મોત થયા હોવાની વીગતો સામે આવી રહી છે.