પુલવામાં આતંકી હુમલા પર બોલ્યા મોદી - શહીદોના લોહીના એક એક લોહીના ટીપાનો બદલો લેવામાં આવશે
- પડોશી દેશ આખા વિશ્વમાં જુદો પડી ગયો
- પુલવામાં આતંકી હુમલા પર પ્રધાનમંત્રીએ કહ્યુ કે સમગ્ર વિશ્વથી જુદો પડી ગયેલો દેશ જો એવુ સમજે છે કે આ પ્રકારના ધૃણિત કૃત્ય કરીને તે જે પ્રકારનુ ષડયંત્ર રચી રહ્યુ છે તેનાથી તે આપણા દેશમાં અસ્થિરતા પેદા કરવામાં સફળ રહેશે તો આ તેની ખૂબ મોટી ભૂલ છે.
- પીએમે કહ્યુ કે હુ આતકી સંગઠનો અને તેની સરક્ષણ આપનારાઓને કહેવા માંગુ છુ કે તેઓ ખૂબ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમને આની ખૂબ મોટી કિમંત ચુકવવી પડશે. પીએમે કહ્યુ કે અમે અમારા સુરક્ષા બળને પૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે. અમે અમારા સૈનિકોના શૌર્ય અને બહાદુરી પર પુરો વિશ્વાસ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે હુ દેશને વિશ્વાસ આપુ છુ કે આ હુમલાના જે પણ ગુનેગાર છે તેમને સજા જરૂર મળશે.
- આતંકી સરપરસ્તોને કિમ6ત ચુકવવી પડશે - પીએમ મોદી
- હુમલાનો જબડાતોડ જવાબ આપશે ભારત - પીએમ મોદી
- દેશનો વિશ્વાસ આપુ છુ કે દોષીઓને છોડીશુ નહી - મોદી
- આલોચના કરનારાઓનુ દુખ સમજુ છુ અને તેમનુ સન્માન કરુ છુ - પીએમ મોદી
- પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજે દેશનુ લોહી ઉકળી રહ્યુ છે. દેશ ગુસ્સામાં છે. પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદીઓના હુમલાની મોટી કિમંત ચુકવવી પડશે. દેશ આજે એક સાથે છે.
- પ્રધાનમંત્રી મોદી પુલવામાં આતંકી હુમલા પર બોલી રહ્યા છે.
- શહીદ જવાનો માટે મોદીનુ બે મિનિટનુ મૌન
- શહીદોના લોહીના એક એક લોહીના ટીપાનો બદલો લેવામાં આવશે