ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (13:40 IST)

New Year Celebration Ban: દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલ્રુરૂમાં નહી થાય નવા વર્ષનુ સેલીબ્રેશન, અહી જુઓ શુ લગાવી છે રોક

દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલ્રુરૂ જેવા મેટ્રો શહેરોમં નવા વર્ષની પાર્ટી પર લગભગ સંપૂર્ણ રીતે બેન લાગુ રહેશે. ઓમિક્રોનના વધતા મામલાની આશંકા વચ્ચે આ શહેરોમાં અનેક પ્રકારના પ્રતિબંધ લાગૂ કરવાનો આદેશ રજુ કરવામાં આવ્યો છે. ઓમિક્રોન  SARS-CoV-2 નો નવો વેરિએંટ છે જે ડેલ્ટા વૈરિએંટની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે.  જો કે તેનો પ્રભાવ ડેલ્ટા જેટલો ગંભીર નથી. પહેલા મામલો સામે આવ્યા પછી એક મહિનાની અંદર, ભારતમાં ઓમિક્રોનના મામલા 800ના નિકટ પહોંચી  ગયા છે. 
 
 
દિલ્હીમાં કોરોના પ્રતિબંધોનુ લિસ્ટ 
 
1. દિલ્હીમાં એક પ્રકારનું મીની-લોકડાઉન લાદવામાં આવ્યું છે. મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રતિબંધો ફક્ત નવા વર્ષની ઉજવણી સુધી મર્યાદિત નથી. દિલ્હીમાં સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ પણ બંધ છે.
 
2. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ/સભા/મેળાની મંજૂરી નથી.
 
3. રેસ્ટોરન્ટ્સ, બાર અને ઓડિટોરિયમને 50% ક્ષમતા પર કામ કરવાની મંજૂરી છે.


મુંબઈમાં કોરોના પ્રતિબંધોનુ લિસ્ટ 
 
1. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, કોઈ નવા વર્ષની ઉજવણીની પરવાનગી નથી - મર્યાદિત અથવા ખુલ્લી જગ્યાઓમાં પણ નહીં.
 
2. રાત્રે 9 થી સવારે 6 વાગ્યાની વચ્ચે જાહેર સ્થળોએ 5 થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી નથી.
 
3. રેસ્ટોરાં, જીમ, સિનેમા થિયેટર 50% ક્ષમતા પર કામ કરી શકે છે.
 
બેંગલુરુમાં કોરોના પ્રતિબંધોનુ લિસ્ટ 
 
 
1. રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, ક્લબ્સ, પબ્સ 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી 50% બેઠક ક્ષમતા સાથે કામ કરશે.
 
2. ડિસેમ્બર 28 થી, લગ્ન સહિત તમામ મેળાવડાઓને સભાઓ અને પરિષદોમાં સહભાગીઓની સંખ્યા 300 લોકો સુધી મર્યાદિત કરવાની મંજૂરી છે.
 
3. બેંગલુરુ શહેરના તમામ ભાગોમાં 28 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.
 
4. શહેરમાં ક્યાંય પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે કોઈ જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં.
 
 
ચેન્નઈમાં કોરોના પ્રતિબંધોનુ લિસ્ટ 
 
1. મરિના બીચ, ઇલિયટ બીચ, નીલંકરાઈ અને દરેક કોસ્ટ રોડ પર કોઈ પણ ભેગી થવાની મંજૂરી નથી.
 
2. રાત્રે 9 વાગ્યાથી મરિના બીચ, વોર મેમોરિયલથી ગાંધી સ્ટેચ્યુ, કામરાજ રોડ અને બેસંત નગર ઇલિયટના બીચ રોડ પર વાહનોને મંજૂરી આપવામાં આવશે નહીં.
3. આરકે સલાઈ, રાજાજી સલાઈ, કામરાજર સલાઈ, અન્ના સલાઈ, GST રોડ અને અન્ય મુખ્ય રસ્તાઓ પર નવા વર્ષની ઉજવણીને મંજૂરી આપવામાં આવશે નહીં.
 
4. રિસોર્ટ્સ, ફાર્મહાઉસ, ક્લબ્સ અને કન્વેન્શન સેન્ટર્સ કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવશે નહીં. જાહેર સ્થળોએ ડીજે પાર્ટી કે ડાન્સ પ્રોગ્રામને મંજૂરી આપવામાં આવશે નહીં.
 
મોટાભાગે મેટ્રો શહેરોમાં જ પ્રતિબંધો શા માટે ?
 
ભારતમાં ઓમિક્રોનના સ્ત્રોત હજુ પણ વિદેશી પ્રવાસીઓ છે. તેથી, આ નવા વેરિએંટનો આ શહેરોમાં ફેલાવો શક્ય છે કારણ કે તે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે.