North East Delhi Violence Live Updates: એક પોલીસકર્મચારી સહિત કુલ 7 લોકોની મોત, 150 લોકો ઘાયલ
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA) ને લઈને ભડકેલી હિંસામાં એક પોલીસ કર્મચારી સહિત પાંચ લોકોના મોત થઈ ગયા અને અર્ધસૈન્ય અને દિલ્હી પોલીસબળના અનેક કર્મચારીઓ સહિત લગભગ 65 લોકો ઘાયલ થઈ ગયા. આ દરમિયાન પત્થરમારાને કારણે ઘાયલ ગોકલપુરીના સહાયક પોલીસ પ્રમુખના કાર્યાલય સાથે જોડાયેલ હેડ કૉંસ્ટેબલ રતન લાલનુ મોત થઈ ગયુ. રાજધાની દિલ્હીના ભજનપુરા, ગોકુલપુરી, ચાંદબાગ, મૌજપુર, જાફરાબાદ વિસ્તારમાં સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધી અને સમર્થક આમને સામને આવી ગયા. હિંસામાં ખૂબ પત્થરમારો અને ગોળીબારી થઈ. પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો. હિસામાં શાહદરાના ડીસીપી અમિત શર્મા સહિત ડઝનો પોલીસ કર્મચારી પણ ઘાયલ થઈ ગયા. ગોકુલપુરી ટાયર માર્કેટની 20 દુકાનો બળીને રાખ થઈ ગઈ. આ વિસ્તારમાં પરિસ્થિતિ હજુ પણ તનાવપૂર્ણ બનેલી છે.
- દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ - હાલત જે ખરાબ થયા છે તે ચિંતાજનક છે. હિંસાથી કોઈ સમાધાન નહી, શાંતિ કાયમ રાખો. જેમનુ મોત થયુ છે તે આપણા જ લોકો છે. સ્થિતિ સારી નથી. આજે કોઈનુ થઈ રહ્યુ છે આવતીકાલે કોઈ અન્યનું થશે.
ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી - મંગળવારે બપોરે 12 વાગ્યે દિલ્હીના વર્તમાન હાલત પર ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે. જેમા મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ પણ ભાગ લેશે.
વકીલ મહેમૂદ પ્રાચાએ સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી.
દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બ્રહ્મપુરી સહિત દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસા મામલે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની તરફથી રજુ વકીલ મહેમૂદ પ્રાચાએ સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી છે. જસ્ટિસ સંજય કિશન કૌલની પીઠ સામે દિલ્હીના અનેક વિસ્તારોમાં થઈ રહેલ હિંસાને લઈને અનુરોધ કર્યો. અરજીમાં કહેવામાં આવ્યુ કે જે હિંસા ફેલાવવામાં આવી છે તેને લઈને પોલીસને FIR નોંધાવવાનો આદેશ આપવામાં આવે. શાહીન બાગ પછી અને અન્ય સ્થાન પર પ્રદર્શનકારીઓની સુરક્ષાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.
- દિલ્હીના અનેક વિસ્તારમાં થઈ રહેલ હિંસા પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. બુધવારે સુનાવણી થશે. શાહીન બાગ મામલાની સાથે સુનાવણી થશે.
- એક પોલીસકર્મચારી સહિત કુલ 7 લોકોના મોત, 48થી વધુ પોલીસ કર્મચારી ઘાયલ, 100થી વધુ સામાન્ય લોકો ઘાયલ
- અરવિંદ કેજરીવાલે કર્યુ ટ્વીટ - કેજરીવાલએ ટ્વીટ કરતા લખ્યુ છે દિલ્હીના કેટલક ભાગની હાલતને લઈને ચિંતિત છુ. બધાને હિંસા છોડવાની અપીલ કરુ છુ. દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારના બધા દળોના ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરીશ.
- લૂટપાટ અને હિસા ચાલુ - મૌજપુર વિસ્તારમાં ખૂબ લૂટપાટ તહી રહી છે. એક રિક્ષાવાળાની આખી રિક્ષા તોડી નાખી છે. તેમા બેસેલા લોકોના પર્સ, પૈસા અને મોબાઈલ લૂટવામાં આવ્યા છે. આ બધુ મૌજપુર વિસ્તારમાં થઈ રહ્યુ છે. જેમની સાથે મારપીટ તહી ચેહ અને લૂટપાટ થઈછે તેમણે પોતાની આપવીતી સંભળાવી. ઈ રિક્ષાવાળાએ પોતાના મારના નિશાન પણ બતાવ્યા.
-નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પત્થરબાજી ચાલુ છે. લોકો મોઢુ ઢાંકેલા છે. ગાડીઓમાં પત્થર ભરેલા છે. વિસ્તારમાં પોલીસવાળા હાજર છે.
- દિલ્હી પોલીસે જણાવ્યુ કે સ્થિતિ ખૂબ જ તનાવપૂર્ણ છે. અમે સતત નોર્થ ઈસ્ટ દિલ્હીથી હિંસાની ઘટનાઓ સાથે સંબંધિત કૉલ આવી રહ્યા છે. પોલીસ પ્રમુખે સોમવારની રાત્રે સીલમપુર ડીસીપી કાર્યાલયમાં એક બેઠક કરી.