ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (16:33 IST)

નુસરત જહા બની માતા - બંગાળી અભિનેત્રી અને TMC સાંસદે પુત્રને આપ્યો જન્મ, પતિએ કહ્યુ હતુ આ બાળક મારુ નહી

બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં માતા બની છે. 25 ઓગસ્ટના રોજ તેને ડિલિવરી માટે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો મુજબ નુસરતે 26 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન નુસરતની કેર કરવા માટે બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા તેમની સાથે હાજર હતા.
 
ડિલિવરીના સમાચાર વચ્ચે, નુસરતે 26 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી જેમાં તે મેકઅપ વગર જોવા મળી છે. આ ફોટો સાથે નુસરતે લખ્યું, ડર કરતાં વિશ્વાસ વધારે છે. આ કેપ્શન સાથે, નુસરતે પોઝીટીવીટી અને મોર્નિંગ વાઈબ્સ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો.
 
પતિ સાથે થયો હતો વિવાદ
 
પતિ નિખિલ જૈન સાથેના વિવાદોને કારણે નુસરત થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી. નિખિલ અને નુસરત ગયા વર્ષે નવેમ્બરથી અલગ રહેતા હતા. બંનેના સંબંધો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, ત્યારબાદ નુસરતે મીડિયા સમક્ષ હાજર થતા નિખિલ સાથેના તેના લગ્નને અમાન્ય જાહેર કર્યા હતા અને તેના પર તેના પૈસાનો દુરુપયોગ અને તેની સાથે દગો કર્યાનો આરોપ લગાવ્યો હતો.
 
બીજી બાજુ નિખિલે કહ્યુ હતુ કે લગ્ન બાદ નુસરતના વ્યવ્હારમાં ફરક આવી ગયો હતો. નુસરતે તેની પાસેથી ઘણા પૈસા ઉધાર લીધા હતા. નિખિલે એમ પણ કહ્યું કે  વારંવાર લગ્નને રજીસ્ટર કરવાનુ કહેવા છતાં નુસરતે તેમનું સાંભળ્યું નહીં અને તેને ટાળતી રહી. 

 
2  વર્ષ પહેલા થયા હતા લગ્ન 
 
નિખિલ અને નુસરતના લગ્ન તુર્કીમાં 19 જૂન 2019 ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશન્સના આધારે થયા હતા. તેના આધારે, નુસરતે તેના અલગ થવા માટે નિખિલ પાસેથી છૂટાછેડા માટે અરજી કરવાનો ઇનકાર કર્યો હતો. નુસરત કહે છે કે ટર્કિશ કાયદો ભારતમાં માન્ય નથી, તેથી તેના લગ્નને પણ અહીં માન્યતા નથી. તે નિખિલ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. નિખિલ અને નુસરતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી એકબીજાની તસવીરો કાઢી નાખી છે.