રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (16:08 IST)

વન નેશન વન ઈલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ

narendra modi with NDA leaders
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેબિનેટે ભારતમા એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. બુધવારે મોદી કેબિનેટે બેઠકમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.  મળતી માહિતી મુજબ બપોરે 3 વાગે મોદી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય પર બ્રીફિંગ આપવામાં આવશે. 

One nation one election
શુ થશે એક સાથે ચૂંટણી કરવાના ફાયદા 
- ચૂંટણી પર થનારા કરોડોના ખર્ચની બચત 
- વારે ઘડી ચૂંટણી કર કરાવવાથી મુક્તિ 
 - ફોકસ ચૂંટણી પર નહી પણ વિકાસ પર રહેશે. 
 - વારે ઘડીએ આચાર સંહિતાની અસર પડે છે. 
  - કાળા ધન પર રોક પણ લાગશે.