રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (16:26 IST)

દેશની પહેલી રેપિડ રેલને પીએમ મોદી બતાવી ગ્રીન સિગ્નલ, પહેલા ચરણમાં 17 કિલોમીટર સુધી જશે નમો ભારત

PM Modi gave green signal to the country's first rapid rail
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે દેશની પહેલી રેપિડ રેલ સેવાને ગ્રીન સિગ્નલ આપી. પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના ગોઝિયાબાદ જીલાના સાહિબાબાદ સ્ટેશનથી આ ટ્રેન રવાના કરી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર રહ્યા.  બીજી બાજુ પીએમ મોદીએ નમો ભારત ટ્રેનમાં યાત્રા પણ કરી.  આ દરમિયાન તેમને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી. 
 
નમો ભારત ટ્રેન એક ખૂબ ખાસ ટ્રેન છે. તેની અનેક વિશેષતા તેને અલગ બનાવે છે. આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે. થોડા દિવસ પહેલા જ્યારે તેની ટ્રાયલ કરવામાં આવી હતી ત્યારે ટ્રેનની અધિકતમ ગતિ 146 કિમી પ્રતિ કલાક હતી. આ હાઈ-સ્પીડ આરઆરટીએસ ટ્રેનમાં નમનારી સીટ અને મોટી બારીઓ ઉપરાંત હાઈ ટેક કોચમાં ડિજિટલ સ્ક્રીન પર આપવામાં આવશે. જે મુસાફરોને કોઈપણ સમય ટ્રેનનો રૂટ, સ્પીડ બતાવશે. 
 
નમો ભારત ટ્રેન બુલેટ અને મેટ્રો ટ્રેન જેવી દેખાય છે.
 
જો વાત કરીએ તેના લુકની તો નમો ભારત ટ્રેન બુલેટ અને મેટ્રો ટ્રેન જેવી દેખાય છે. તેના દરવાજા મેટ્રો જેવા જ ખુલે છે અને બંધ થાય છે. તેની સીટો રાજધાની ટ્રેન જેવી લકઝરી સીટોની જેવી બતાવાઈ છે. હાલ તેમા 6 કોચ લગાવવામાં આવ્યા છે. જેમા એક મહિલાઓ માટે અનામત હશે તો એક પ્રીમિયમ કોચ હશે. પ્રીમિયમ કોચમાં રિક્લાઈનિંગ સીટ, કોટ હુક, મૈગજીન હોલ્ડર અને ફુટરેસ્ટ જેવી સુવિદ્યાઓ મળશે. 
 
પ્રીમિયમ ટિકિટ ધારકો માટે સ્ટેશન પર એક વિટિંગ લાઉજ 
આ ઉપરાંત ટ્રેનના બધા કોચમાં મફત વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈંટ, સામાન રાખવાનુ સ્થાન અને એક ઈંફોટેક સિસ્ટમ પણ હશે.  આ સાથે જ તેમા મેટ્રોની જેમ વચ્ચે ઉભા રહેવા માટે પણ હૈંડ હોલ્ડર લાગે છે બીજી બાજુ સીટો 2X2 વાળી હશે. બીજી બાજુ  આ દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકંડ માટે રોકાશે.  બીજી બાજુ પ્રીમિયમ ટિકિટ ધારકો માટે સ્ટેશન પર એક વેટિંગ લાઉંજ પણ રહેશે. 
 
લગભગ 82 કિલોમીટરનો રહેશે સંપૂર્ણ ગલિયારો 
 
ઉલ્લેખનીય છે કે 30,274 કરોડ રૂપિયાની પરિયોજનાનો સંપૂર્ણ ગલિયારો 82 કિલોમીટર લાંબો હશે અને દિલ્હીના સરાય કાળા ખા સ્ટેશનથી મેરઠના મોદીપુરમ સુધી ફેલાયેલો રહેશે.  મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મેરઠ અને દિલ્હી વચ્ચે દોઢ કલાક અને લોકલ ટ્રેનમાં બે કલાકનો સમય લાગે છે.  પણ આરઆરટીએસ ફક્ત 55-60 મિનિટ લાગશે.  આ સંપૂર્ણ પ્રોજેક્ટને જૂન 2025માં પુરો થવાની આશા છે.  ઉલ્લેખનીય છે કે આ પરિયોજનાની આધારશિલા પીએમ મોદી 8 માર્ચ 2019ના રોજ કરી હતી.