રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 15 નવેમ્બર 2021 (08:58 IST)

PM મોદી ઉજ્જૈન અને ઈન્દોર વચ્ચે બે નવી MEMU ટ્રેનને આપશે લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 15મી નવેમ્બરના રોજ મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન લગભગ 3 વાગ્યે પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, 2021નું ઉદ્ઘાટન કરશે.
 
પુનઃવિકાસિત રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન, જેનું નામ ગોંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, તે મધ્યપ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડમાં પુનઃવિકસિત કરાયેલ સ્ટેશનને આધુનિક વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે દિવ્યાંગજનો માટે ગતિશીલતાની સરળતાને પણ ધ્યાનમાં લે છે. સ્ટેશનને એકીકૃત મલ્ટિ-મોડલ પરિવહન માટેના હબ તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ગેજ કન્વર્ટેડ અને ઇલેક્ટ્રિફાઇડ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રાવતીગંજ બ્રોડગેજ સેક્શન, ભોપાલ-બરખેરા સેક્શનમાં ત્રીજી લાઇન, ગેજ કન્વર્ટેડ અને ઇલેક્ટ્રિફાઇડ માથેલા-નિમાર ખેરી બ્રોડ ગેજ વિભાગ અને ઇલેક્ટ્રિફાઇડ ગુના-ગ્વાલિયર વિભાગ સહિતની રેલવેની બહુવિધ પહેલ રાષ્ટ્રને સમર્પિત કરશે.  પ્રધાનમંત્રી ઉજ્જૈન-ઈન્દોર અને ઈન્દોર-ઉજ્જૈન વચ્ચેની બે નવી MEMU ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે.