બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (12:32 IST)

Pravasi Sammelan: પહેલા લોકો એવુ વિચારતા હતા કે ભારતને બદલી શકાતુ નથી, અમે આ વિચારને જ બદલી નાખ્યો - મોદી

PM નરેન્દ્ર મોદીએ 15માં પ્રવાસી ભારતીય દિવસનુ ઉદ્દઘાટન કર્યુ.  આ પહેલા વારાણાસીના બાવતપુર એયરપોર્ટ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સીએમ યોગી, રાજ્યપાલ રામ નાઈક અને અનેક કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રી એયરપોર્ટ પર તેમનુ સ્વાગત કર્યુ. પ્રધાનમંત્રી મોદી અને મોરીશંસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથ વચ્ચે મહત્વની બેઠક થહ્સે. બંને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.  આ દરમિયાન મોરીશસના પ્રો. રેશમી રામદોનીના પુસ્તક એસિએંટ ઈંડિયન કલ્ચર એંડ સિવિલાઈઝેશનનુ  વિમોચન થશે સાથે જ ભારત કો જાનિયે ક્વિઝ ના વિજેતાઓનુ પણ સન્માન કરવામાં આવશે. 
 
આવો જાણીએ મોદીના ભાષણના કેટલાક અંશ 
 
- તમારા બધાના સહયોગહી વીત્યા સાઢા 4 વર્ષમાં ભારતે દુનિયામાં પોતાનુ સ્વભાવિક સ્થાન મેળવવાની દિશામાં મોટુ પગલુ ઉઠાવ્યુ છે. પહેલા લોકો કહેતા હતા કે ભારત બદલી નથી શકતુ . અમે આ વિચારને જ બદલી નાખ્યો છે. અમે બદલાવ કરી બતાવ્યો છે - પીએમ 
- તમે બધા જે દેશમાં વસ્યા છો ત્યા સમાજના લગભગ દરેક ક્ષેત્રમાં લીડરશિપના રોલમાં દેખાવ છો. મોરિશસને શ્રી પ્રવિદ જુગનાથજી પૂરા સમર્પણ સાથે આગળ વધારી રહ્યા છે. પીએમ મોદી 
- દેશની વિશેષતાઓનુ પ્રતિક પણ માનુ છુ - મોદી 
- હુ તમને ભારતના બ્રૈંડ એમ્બેસેડર માનવા સાથે જ ભારતના સામર્થ્ય અને ભારતની ક્ષમતાઓ દેશની વિશેષતાઓનુ પ્રતિક પણ માનુ છુ - પીએમ મોદી 
- શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના નિધન પર મારો શોક વ્યક્ત કરવા માંગુ છુ.  આજે તમારી સાથે વાત શરૂ કરતા પહેલા હુ ડોક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના નિધન પર મારો સોક વ્યક્ત કરવા માંગુ છુ.  ટુમકુરના શ્રી સિદ્ધગંગા મઠમાં મને અનેકવાર તેમની પાસેથી આશીર્વાદ લેવાની તક મળી હતી. જ્યારે પણ હુ તેમને મળતો તો તેઓ મને પોતાના પુત્રની જેમ મારી પ્રત્યે સ્નેહ બતાવતા હતા.  આવા મહાન સંત મહાઋષિનુ જવુ આપણા બધા માટે ખૂબ જ દુખદ છે.  માનવ કલ્યાણ માટે તેમનુ યોગદાન દેશને હંમેશા યાદ રહેશે.  - મોદી